રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજુ : અમદાવાદમાં ૩૮.૯ ડિગ્રી - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજુ : અમદાવાદમાં ૩૮.૯ ડિગ્રી

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજુ : અમદાવાદમાં ૩૮.૯ ડિગ્રી

 | 10:04 pm IST

અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળતાં લોકો હેરાન-પરેશાન થઈ ઊઠયા છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે રાજ્યનું પાટનગર ગાંધીનગર ૩૯ ડિગ્રી ગરમી સાથે હોટેસ્ટ રહ્યું હતું.

ગરમીનો પારો ઊંચકાતાં જનજીવનને પણ અસર પહોંચી રહી છે. બપોરના ૧૧ વાગ્યાથી જ અસર વર્તાતા રસ્તાઓ ઉપર લોકોની નહીંવત અવરજવર જોવા મળી રહી છે. બુધવારે અમદાવાદમાં ૩૮.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેને લઈ લોકો પરેશાન થઈ ગયા હતા. ઉપરાંત વડોદરા-૩૮.૨, સુરત-૩૭, ભાવનગર-૩૭.૧, રાજકોટ-૩૬.૨, સુરેન્દ્રનગર-૩૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન