ગરમી ચાલુ રહેશે, વંટોળ ફૂંકાય અને ગાજવીજ સાથે વરસાદ પડે - Sandesh
  • Home
  • Agro Sandesh
  • ગરમી ચાલુ રહેશે, વંટોળ ફૂંકાય અને ગાજવીજ સાથે વરસાદ પડે

ગરમી ચાલુ રહેશે, વંટોળ ફૂંકાય અને ગાજવીજ સાથે વરસાદ પડે

 | 8:37 pm IST

હવામાન :- અંબારામ દા. પટેલ

ખેતરના શેઢાપાળા સાફ કરવા. જેથી કરીને જીવાત, ઈયળ  વગેરેનો ઉપદ્રવ નિવારી શકાય. બાગાયતી પાકોનું વાવેતર  કરવાનું હોય તો કયા પાકનું વાવેતર કરવાનું છે. તે અંગે જરૂર  મુજબના ખાડા ફળ-ઝાડ રોપવા માટે બનાવવા અને ભલામણ  મુજબનો ખાતર ખાડામાં ભરી તૈયાર કરવા.

હવામાન આગાહી

હવે ધીરે-ધીરે ભેજનું પ્રમાણ વધતું જશે. અને સાગરમાં પવનો બદલાશે. દરિયો તોફાની બનશે. જ્યારે દરિયાકિનારે સખત પવનો ફૂંકાશે. દેશના દક્ષિણ પૂર્વીય તટ્ટીય પ્રદેશોમાં ભારે પવન ફૂંકાશે. બંગાળના ઉપસાગરમાં હળવા દબાણો સર્જાશે. આથી તટ્ટીય વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતાઓ રહેશે. દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ. લક્ષદીપના ટાપુઓ તેમજ કોંકણ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવનાઓ રહેશે. પૂર્વ ભારત, બંગાળ,  આસામ, મેઘાલયના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ રહેશે. મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. પિૃમ સાગરમાં પણ ચક્રવાતી બળો ઊભા થશે. દેશના પિૃમ ભાગોમાં આંધીઓનું જોર રહેશે અને તેજ ગતિના વંટોળ ફૂંકાશે. દેશના ઉત્તરીય ભાગોમાં પણ આંધી-વંટોળનું જોર રહેશે. રાજસ્થાનના ભાગોમાં આંધી-પવન-વંટોળનું જોર રહેશે. ગંગા-જમુનાના મેદાની ભાગોમાં હવે હળવા દબાણ ઊભા થવાથી દક્ષિણ-પિૃમ મોનસુનની સાનુકૂળતા ઊભી થતી જણાશે.  દેશના ઉત્તર-પિૃમના ભાગોમાં ધૂળભરી આંધી તેમજ તેજ ગતિના  વાયરા હવે વધશે. ગુજરાત, કચ્છના ભાગોમાં પણ ધૂળભરી  આંધીઓનું જોર રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળભરી આંધીઓનું પ્રમાણ  જણાશે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ વગેરે ભાગોમાં ધૂળભરી  આંધીઓનું જોર રહેશે. દિલ્હી, પંજાબ, હરિયાણાના ભાગોમાં ગરમી  રહેશે અને અણધાર્યા હવામાનમાં પલટા પણ આવશે. જેના કારણે  ગરમીમાં વધઘટ થશે. મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે. ભારે પવનની અસર વૃક્ષો ઉપર પણ  પડશે. ભેજથી કાયર થઈ પક્ષીઓ અવાજ કરતાં પણ સંભળાશે.  જમીનમાં ગરમી વધતાં દરચળ પ્રાણીઓ બહાર આવતા જણાશે. પંખીઓની ચેષ્ટા હવે ચોમાસાની છડી પોકારાશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વાવાઝોડા ધૂળભરી આંધી તેજ ગતિના વંટોળીયા સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડશે. કેટલાક  ભાગોમાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ પણ રહેશે. સામાન્ય  રીતે સૂર્યના મૃગશર નક્ષત્રમાં વરસાદ થતાં જીવ-જંતુઓનો  ઉપદ્રવ વધતો હોય છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી  ઝાપટાં તો વળી જ્યાં વરસાદ નથી થયો તેવા સખત તપતાં  કેટલાક ભાગોમાં ગરમી અને ભેજથી ઊકળાટ થતાં તેની અસર  માનવેતર પ્રાણીઓ ઉપર થશે.  આકાશમાં વાદળોની જમાવટ થતી જોવા મળશે. ગુજરાતના  ભાગોમાં આંધી પવન સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના  કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. વરસાદ ઘણી વખત ગાજવીજ સાથે થવાની સંભાવનાઓ પણ રહેશે. દક્ષિણ  સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ જેમાં કોઈ-કોઈ ભાગોમાં રહેશે. ઉત્તર ગુજરાતના કોઈ-કોઈ ભાગોમાં સામાન્ય વરસાદના સંજોગો રહેશે. રાજ્યના ભાગોમાં મહત્તમ તાપમાન ૩૪થી ૪૦ ડી.ગ્રી. આસપાસ રહેવાની શક્યતાઓ રહે. ન્યુનત્તમ તાપમાન ૨૬થી ૨૮ ડી.ગ્રી. આસપાસ રહે. ઉત્તર ગુજરાત, ઉત્તર-પિૃમ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધુ  રહે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, સુરત વગેરે  ભાગોમાં મહત્તમ તાપમાન ગુજરાતના અન્ય વિસ્તારોની  સરખામણીમાં ઓછુ રહે. આ વિસ્તારોમાં અકળાવનારો ભેજ રહે. દેશ તેમજ રાજ્યના ભાગોમાં હવામાન અંગે જોતાં જૂન તા.૩થી  વાદળવાયુ જૂન તા.૪,૫,૬ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં  વરસાદની સંભાવનાઓ રહે. ગુજરાતના કેટલાક ભાગોમાં ધૂળ ભરી  આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ રહે. જૂન તા.૭ વાદળવાયુ પવનની ગતિ તેજ રહે. તા.૮થી તા.૯ સાગર  કિનારે પવનો ફૂંકાય. દરિયો તોફાની બને. ગુજરાતના  ભાગોમાં વાદળવાયુ રહે. દરિયાકિનારે ભારે પવન ફૂંકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન