ગરમી વધશે: સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગરમી વધશે: સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

ગરમી વધશે: સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

 | 9:17 pm IST

અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર મહત્તમ તાપમાનનો ઉચકાયો છે. આજે અમદાવાદ શહેર ગરમી વધતા ઓરેન્જ એલર્ટની નજીક પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર રેડ એલર્ટ નજીક પહોચ્યું હતું. ગઈકાલની સરખામણીએ અમદાવાદમાં બે ડિગ્રી જેટલો ગરમીનો પારો ઉંચકાતા મહત્તમ તાપમાન ૪૨.૯ ડિગ્રીએ પહોચ્યું હતું જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૪ ડિગ્રી નોંધાવા સાથે તે રાજ્યનું હોટેસ્ટ શહેર નોધાયું હતું. આકાશમાંથી અગનગોળાની વર્ષા થતી હોય તેવો અનુભવ સુરેન્દ્રનગરવાસીઓએ કર્યો હતો. તો ગરમીને કારણે અનેક લોકોની તબિયત લથડી હતી. ગરમીને કારણે માથુ પકડાવા જેવી ઘટના તો સામાન્ય બની હતી. આ વર્ષે આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. ગરમી લોકોને તોબા પોકારાવી રહી છે. ત્યારે  બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા હતા. કામ સિવાય લોકોએ ઘરની બહાર નિકળવાનુ ટાળ્યું હતું. રસ્તે જતા-આવતા તમામ લોકોએ ગરમીથી બચવા મોં પર માસ્ક પહેરવા માંડ્યા હતા.

પાટનગરમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ્યાં જુઓ ત્યાં લીલોતરી જોવા મળે છે છતા બુધવારે આ શહેરની ગરમી ૪૩ ડિગ્રીએ પહોચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આમ સતત વધી રહેલા પ્રદુષણ અને કાર્બન ડાયોક્સાઈડના કારણે ગ્રીનસીટીમાં પણ ગરમી કાળો કેર વર્તાવી રહી છે.

મંગળવારે કયા શહેરમાં કેટલી ગરમી
શહેરમાં ગરમી (ડિગ્રીમાં)
અમદાવાદમાં — ૪૨.૯
ડિસામાં — ૪૨
ગાંધીનગરમાં — ૪૩
ઈડરમાં — ૪૨
વડોદરામાં — ૪૧
સુરતમાં — ૩૫.૬
વલસાડમાં — ૩૪.૪
ભાવનગરમાં — ૩૯.૮
પોરબંદરમાં — ૩૪.૨
રાજકોટમાં — ૪૩
સુરેન્દ્રનગરમાં — ૪૪
ભુજમાં — ૩૬.૪
કંડલા એરપોર્ટમાં — ૪૨