12મી ઓગસ્ટની રાતે જોવા મળશે આકાશી `દિવાળી’ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • 12મી ઓગસ્ટની રાતે જોવા મળશે આકાશી `દિવાળી’

12મી ઓગસ્ટની રાતે જોવા મળશે આકાશી `દિવાળી’

 | 4:14 pm IST

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર 11 અને 12 ઓગસ્ટની અડધી રાતે અદભૂત આકાશી ઘટના જોવાની તક ચુકશો નહીં. આ રાતે આકાશમાંથી ધરતી પર ઉલ્કા વર્ષા થનાર છે. સામાન્ય રીતે આવી ઘટના દર વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં થાય છે, પરંતુ આ વખતે ખરતા તારા એટલે ઉલ્કા વર્ષાનું પ્રમાણ વધારે હશે. આ કારણે એવું પણ કહેવાય છે કે 11-12 ઓગસ્ટની રાતે આકાશમાં અંધારું નહીં પણ અજવાળુ હશે.

એસ્ટ્રોનોમી-ફિઝિક્સ ડોટ કોમના અહેવાલ પ્રમાણે આ વખતે થનારી ઉલકા વર્ષા ઈતિહાસમાં સૌથી વધારે પ્રકાશીત અને ચમકદાર હશે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આ ઘટનાને સમર્થન આપ્યું છે. Nasa.govના અહેવાલ મુજબ આ વખતે પૃથ્વી તરફ આવનારા ઉલકાનું પ્રમાણ અગાઉ કરતાં વધારે હશે. પ્રતિ કલાકે 200 ઉલકા જમીન પર ધસી આવશે. ઉત્તર ગોળાર્ધમાં આ ઉલકા વર્ષા સારી રીતે જોઈ શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન