બજેટ પછી ક્રિપ્ટોકરન્સીમાં વેરોયો છે વિનાશ - Sandesh
  • Home
  • Budget 2018
  • બજેટ પછી ક્રિપ્ટોકરન્સીમાં વેરોયો છે વિનાશ

બજેટ પછી ક્રિપ્ટોકરન્સીમાં વેરોયો છે વિનાશ

 | 12:14 pm IST

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે બિટકોઈન સહિતની બધી જ ક્રિપ્ટોકરન્સી ગેરકાયદેસર છે અને તેનો અંત લાવવા માટે સરકાર બધા જ પ્રયાસ કરશે નાણાપ્રધાનની આ જાહેરાતના એક દિવસ પછી ક્રિપ્ટોકરન્સીમાં વિનાશ વેરાયો છે. જોકે શુક્રવારની સાંજે આ ગેરકાયદેસરની કરન્સીમાં ફરી ઉછાળો જોવાયો હતો.

ગમે તેમ પણ નાણાપ્રધાનની જાહેરાત પછી બે દિવસમાં ક્રિપ્ટોરન્સીમાં ભારે કડાકો બોલાયો છે. ગુરુવારના બંધ પછી શુક્રવારે બિટકોઈનનો ભાવ 15 ટકા તૂટી રૂ. 5.3 લાખે સરકી ગયો હતોં, પરંતુ સાંજે આઠ વાગે તેનો ભાવ ફરી ઉછળી રૂ. 6.4 લાખ થઈ ગયો હતોં. આટલું જ નહીં એથેરેઅમ, રિપલ અને લાઈટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડા પછી ફરી ભાવમા ઉચકાયા હતાં.

એથેરેઅમનો ગુરુવારે રૂ. 80 હજાર ભાવ હતો પરંતુ શુક્રવારે 31 ટકાના ગાબડજા સાથે રૂ. 55ની સપાટીએ સરકી ગયો હતો. આ સાથે લાઈટકોઈન પણ રૂ. 11,500થી ગગડી રૂ. 7,100ની સપાટીએ આવી ગયો હતો.

બજેટમાં નાણાપ્રધાન જેટલીએ કરેલી જાહેરાત પછી માંડ બે કલાકમાં જ બિટકોઈનના ભાવ 10,209 ડોલરથી ઘટીને 9,837 ડોલરે આવી ગયા હતાં.

ભારત ઉપરાંત અમેરિકા, ઈગ્લેન્ડ અને દક્ષિણ કોરિયામાં પણ ક્રિપ્ટોકરન્સી પર બારીક નજર રાખવામાં આવી રહી છે.