ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી આ ટ્રેનો મોડી, આ રહી યાદી - Sandesh
  • Home
  • Featured
  • ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી આ ટ્રેનો મોડી, આ રહી યાદી

ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી આ ટ્રેનો મોડી, આ રહી યાદી

 | 10:54 am IST

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો કે કેટલાક દિવસથી ઉપરવાસમાં વરસાદની ધીમી ગતિ બાદ સોમવારની રાત્રિથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાંબેલાધાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વાપીમાં ભારે વરસાદના કારણે ટ્રેકનું ધોવાણ થયું છે. આથી અપડાઉનની કેટલીય ટ્રેનોનો સમય ખોરવાઈ ગયો છે. ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે.

રેલવે વ્યવહાર ખોરવાતા આ ટ્રેનો પડી મોડી
– મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલતી તમામ ટ્રેન થઈ મોડી
– બાંદ્રા ટર્મિનસથી આવતી લોકશક્તિ એક્સ. 5 કલાક મોડી
– 19005 મુંબઈથી આવતી સૌરાષ્ટ્ર મેલ 5 કલાક મોડી
– 19707 બાંદ્રા-જયપુર ટ્રેન 4:30 કલાક મોડી
– 19419 ચેન્નઈ-અમદાવાદ એક્પ્રેસ 5 કલાક મોડી
– 12901 ગુજરાત મેલ પણ 5 કલાક મોડી
– મુંબઈથી આવતી અમદાવાદ દુરંતો એક્સપ્રેસ 6 કલાક મોડી
– પુણેથી આવતી અમદાવાદ દુરંતો એક્સપ્રેસ 6 કલાક મોડી
– અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ એક કલાક મોડી ઉપડશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન