Heavy Rain Forcast Will Occur In The 27 August in South Gujarat
  • Home
  • Featured
  • દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોને ફરી ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે તારીખ સાથે આપી આગાહી

દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોને ફરી ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે તારીખ સાથે આપી આગાહી

 | 11:18 am IST

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, 23મી ઓગસ્ટથી 26મી સુધી રાજ્યના કોઈ ઠેકાણે ભારે વરસાદની શક્યતા નથી પરંતુ ત્યાર બાદ એટલે કે, 27મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે.

ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ સમગ્ર ગુજરતામાં ધોધમાર વરસાદ વરસતા લોકોને રાહત થઈ હતી તો વડોદરામાં એક જ દિવસે 18 ઈંચ વરસાદ થતાં શહેર આખુ બેટમાં ફેરવાયું હતું. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાંથી વરસાદે વિરામ લીધો હોવાથી દિવસે ગરમીમાં પણ વધારો થયો છે.

બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનો પારો ઊંચકાયો છે. ગુરૃવારે અમદાવાદ અને ડીસામાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોધાયું હતું.આ સિવાય અન્ય શહેરોમાં ગાંધીનગરનું તાપમાન 33 ડિગ્રી, વડોદરાનું 34.4 ડિગ્રી, સુરતનું 32.5 ડિગ્રી, ભાવનગરનું 33.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું 34.5 ડિગ્રી તેમજ કંડલા પોર્ટનું મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી નોધાયું હતું.

હજુ પણ ઓગસ્ટ મહિનો બાકી છે ત્યારે વરસાદનો રાઉન્ડ આવશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ભાદરવા મહિનામાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે તેવા ઉજળા સંજોગો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઓગસ્ટની શરૃઆતથી પંદર દિવસમાં રાજ્યમાં સારો વરસાદ પડયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન