heavy rain in ahmedabad viral video on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • વરસાદ સાથે શરૂ થઈ અમદાવાદીઓની સવાર, આગાહી પ્રમાણે મેઘો ખાબક્યો, જુઓ VIDEO

વરસાદ સાથે શરૂ થઈ અમદાવાદીઓની સવાર, આગાહી પ્રમાણે મેઘો ખાબક્યો, જુઓ VIDEO

 | 10:35 am IST

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે અમદાવાદમાં સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અમદાવાદમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદમાં વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. ત્યારબાદ થોડાક સમયબાદ કડાકા ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો.

હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં સવારથી કડાકા ભડાકા સાથે વસ્ત્રાપુર, શ્યામલ, સેટેલાઈટ, વેજલપુરમાં મેધરાજાએ ધબધબાટી બોલાવી હતી. આ સિવાય અમદાવાદના SG હાઈવે, ઈસ્કોન, બોડકદેવ, રાણીપ, ગોતા, ઘાટલોડિયા, સોલા, નરોડા, હાટેકેશ્વર, અમરાઈવાડીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને ઓફિસના સમયે બહાર નીકળવામાં તકલીફ પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન