NIFTY 10,210.85 -23.60  |  SENSEX 32,584.35 +-24.81  |  USD 65.0350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • VIDEO: ભરૂચમાં મુશળધાર વરસાદ, માર્ગ પર વાહનો પાણીમાં તણાયા

VIDEO: ભરૂચમાં મુશળધાર વરસાદ, માર્ગ પર વાહનો પાણીમાં તણાયા

 | 5:04 pm IST

ગુરૂવારે ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. કતપોર દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. ઢોળાવવાળાં માર્ગ પર રીક્ષા પાણીમાં તણાઈ હતી.

બપોરના સમયે અચાનક ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં દોઢ કલાકમાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. ભરૂચના કતોપોર બજાર ચાર રસ્તા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીમાં કેટલાક વાહનો તણાયા હતાં. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, જ્યારે ઢાળ વાળા વિસ્તાર હોવાથી પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો જેના કારણે વાહનો પાણીમાં તણાઈ રહ્યા હતાં.