Heavy Rain in Himachal Pradesh and Uttrakhand many Place
  • Home
  • Featured
  • હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તારાજી, ગામોના સંપર્ક તૂટ્યા, 8 લોકોનાં મોત

હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તારાજી, ગામોના સંપર્ક તૂટ્યા, 8 લોકોનાં મોત

 | 5:05 pm IST

ઉત્તર ભારતના કેટલાક ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જ્યારે કેટલાક ગામોનું સંપર્ક તૂટી ગયું છે. ઉપરાંત કેટલીક જગ્યાએથી લેન્ડ સ્લાઇડ્સ અને ફ્લેશ ફ્લડના કારણે 323 માર્ગ અને રાજ્યમાર્ગો પર વાહનોની અવર જવર અટકી છે.


ઉપરાંત અતિશય વરસાદના કારણે હિમાચલ પ્રદેશના અલગ-અલગ હિસ્સાઓમાં લગભગ 8 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશ સિવાય ઉત્તરાખંડ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પૂરની સ્થિતિ છે જેના કારણે લોકોની સંપત્તિઓને ઘણું નુકસાન થયું છે. એક અધીકારીએ કહ્યું કે શિમલાના આરટીઓ ઓફિસ પાસે લેન્ડ સ્લાઇડ્સના કારણે લગભગ 3 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. વરસાદના કારણે એક મકાનની દીવાલ પડતા એક મજદૂરનું મોત નિપજ્યું હતું.


આ સિવાય પ્રદેશના કાંગડા જિલ્લામાં અત્યાર સુધી સૌધી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 118 એમએમ સુધી વરસાદ થયા હોવાની માહિતી સામે આવી છે. ઉપરાંત ધર્મશાળામાં પણ 115 એમએમ, ડલહૌજી અને ચંબામાં 73 એમએમ વરસાદ થયો છે. હિમાચલ પ્રદેશમાં મેઘ મહેર હવે મેઘ કહેરનું રૂપ લીધું છે. હિમાચલ પ્રદેશ સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના કારણે સ્થાનિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. પૂરની સ્થિતિને જોતા પ્રશાસને ઉત્તરકારશીના લોકોને રેસ્ક્યૂ કરવા માટે એસડીઆરએફ, રેડ ક્રોસ, આઈટીબીપી અને એનડીઆરએફની ટીમોને મોકલી છે. જે ફસાયેલ લોકોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે.

આ વીડિયો પણ જુઓ: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન