Heavy rain is forecast in some areas of Gujarat today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં મેઘો જામશે

આજે ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં મેઘો જામશે

 | 9:50 am IST
  • Share

ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક ધોધમાર વરસાદ પડવાની આગાહી કરાઇ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

આગામી 24 કલાક સુધી ધોધમાર વરસાદની સંભાવના

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જતા ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ હવામાન વિભાગે રાજ્યામાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે.તો ગાંધીનગર, વડોદરા, સુરત, મહેસાણા સહિત અનેક શહેરોમાં હવામાને હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. એટલું જ નહીં ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં પણ વરસાદ મન મુકીને વરસી શકે છે. તો બીજીબાજુ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં ગઈ કાલથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન

હવામાન વિભાગે આજે મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિતના પંથકોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ અમદાવાદ,ગાંધીનગર,વડોદરા, નર્મદા, વલસાડ, રાજકોટ, જામનગર, ભારે વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમાં ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ગત રાત્રીમાં જો મહેસાણા જિલ્લાની વાત કરીએ તો સમગ્ર મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી જેમાં સૌથી વધુ વરસાદ બહુચરાજી માં 160 મિમી, જોટાણા 120 મિમી, વિજાપુર 120 મિમી, મહેસાણા 110 મિમી વરસાદ ખાબક્યો હતો. બહુચરાજી માં એક જ રાત્રીમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જન જીવન પર માઠી અસર જોવા મળી , રોડ પર ઢીંચણ સમાં પાણી ભરાયા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. સારા વરસાદથી ખેડૂતોમાં ચોક્કસ આનંદ છવાયો છે પરંતુ શહેરી જનોમાં મુશ્કેલીઓ માં વધારો જોવા મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન