પહેલા વરસાદમાં જ મુંબઈનું જનજીવન ઠપ્પ, લોકલ ટ્રેન પ્રભાવિત, BMC એલર્ટ - Sandesh
  • Home
  • Featured
  • પહેલા વરસાદમાં જ મુંબઈનું જનજીવન ઠપ્પ, લોકલ ટ્રેન પ્રભાવિત, BMC એલર્ટ

પહેલા વરસાદમાં જ મુંબઈનું જનજીવન ઠપ્પ, લોકલ ટ્રેન પ્રભાવિત, BMC એલર્ટ

 | 12:58 pm IST

મુંબઈમાં 8,9 અને 10 જૂન વચ્ચે ભારે વરસાદના કારણે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂને મુંબઈમાં ગુરૂવારે એન્ટ્રી કરી છે. આ પહેલા હવામાન વિભાગે 9થી 11 જૂન વચ્ચે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી. આ ચેતવણી બાદ BMC (બૃહદમુંબઈ મહાનગરપાલિકા) વિવિધ તૈયારીઓ કરી છે, આ માટે અધિકારીઓની રજાઓને પણ રદ કરવામાં આવી છે.

મુંબઈમાં અગાઉ પણ પ્રી મોનસૂન વરસાદના કારણે જન જીવન પ્રભાવિત થઈ ચુક્યું છે. આ કારણે પ્રશાસન વધુ સતર્ક રહ્યુ છે. આ પહેલા સોમવારે મુંબઈમાં ભારે વરસાદ થયો હતો અને 42 મિલીમીટર વરસાદ હોવાના કારણે ઘણાં સ્થાનો પર પાણીનો ભરાવ થયો હતો.

વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યાને પહોંચી વળવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. BMCથી મળેલી વિગતો પ્રમાણે 9 અને 10 જૂન તમામ ડીએમસી, બોર્ડ ઓફિસર, વિભાગ અધ્યક્ષ વગેરેને ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આપત્તીને પહોંચી વળવા માટે NDRFની ત્રણ ટીમો તૈયાર કરવામાં આવી છે.

નેવી અને અગ્નિશામકના કર્મચારીઓને પર કામગીરી માટે તૈયાર રખાયા છે. આ સિવાય તમામ વોર્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (સ્કૂલ વિભાગ)ને પણ શેલ્ટર તરીકે સ્કૂલોને 24 કલાક માટે ખુલી રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય તેવી જગ્યાઓ પર બારીકાઈથી નજર રાખવા માટે BMC દ્વારા સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત મુંબઈ BMC દ્વારા ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે મુંબઈ માટે 1916 અને મુંબઈની બહારના લોકો માટે 1077 જાહેર કરવામાં આવ્યો છે.

સ્થાનિક હવામાન વિભાગ દ્વારા અઠવાડિયાના અંતમાં ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 10 અને 11 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિશે જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટે પણ ભારેથી અતિ ભારે વરસાદની વાત કરી છે.