Heavy rain warning in Himachal in next 48 hours, Shah spoke to CM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હિમાચલમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર, શાહે CM સાથે કરી વાત

હિમાચલમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર, શાહે CM સાથે કરી વાત

 | 4:50 pm IST
  • Share

દેશમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં વાદળ ફાટવાના કારણે ખૂબ જ વિનાશ સર્જાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાકમાં હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગે હિમાચલમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ક્લાઉડબર્સ્ટ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જારી કરી લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક કે જેનામાનીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ચોમાસુ રાજસ્થાન અને પંજાબના ભાગોમાં પહોંચી ગયું છે. દિલ્હીની પરિસ્થિતિ અનુકૂળ છે. તે જ સમયે, ચોમાસું ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સક્રિય છે, જેમાં હિમાચલ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.

સોમવારે હિમાચલના કાંગરા જિલ્લાના ભાગ સુનાગમાં વાદળ ફાટવાના કારણે ભારે વિનાશ સર્જાયો હતો. અચાનક વાદળ ફાટવાના કારણે અહીં નદીઓમાં પાણીનો વધારો થયો છે જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં નદીઓની આજુબાજુના તમામ ગામોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ક્લાઉડબર્સ્ટની ઘટના પ્રકાશમાં આવ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે હિમાચલનાં મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. આ પછી, અમિત શાહે ટ્વિટ કર્યું કે એનડીઆરએફ ટીમો રાહત કાર્ય માટે પહોંચી રહી છે અને ગૃહ મંત્રાલય સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે હિમાચલને કેન્દ્ર દ્વારા તમામ શક્ય મદદ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન