અડધો દેશ વાવાઝોડું 'Daye'ના ભરડામાં, 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી - Sandesh
  • Home
  • India
  • અડધો દેશ વાવાઝોડું ‘Daye’ના ભરડામાં, 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

અડધો દેશ વાવાઝોડું ‘Daye’ના ભરડામાં, 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

 | 4:29 pm IST

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત દેશના 8 રાજ્યોમાં થઇ રહેલ વરસાદ અડધા ભારત પર કહેર બની શકે છે. ઓડિશામાં તબાહી મચાવ્યા બાદ ડેઇ વાવાઝોડું દેશના બાકી ભાગમાં પોતાની અસર દેખાડી શકે છે. ડેઇ વાવાઝોડુંને લઇ ઘણા રાજ્યોમાં મોસમ વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આવનારા કેટલાક સમયમાં મોસમનો રંગ બદલાઇ શકે છે.

સાઇક્લોન સિસ્ટમથી થશે વરસદા
મોસમ વિભાગે ભોપાલ, ઇંદોર, ઉજજૈન, ગ્વાલિયર-ચંહલ સંભાગ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ મોસમમાં દરિયો તોફાને ચઢ્યો છે. દરિયાઇ વાવાઝોડું સર્જાઇ બાદ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. મોસમ વિભાગે હાઇએલર્ટ જાહેર કરી દીધુ છે. પ્રથમવાર આ વાતાવરણમાં સાઇક્લોન સિસ્ટમ બની રહી છે.

આ પણ વાંચો: PM મોદીએ અનિલ અંબાણી સાથે મળી સેના પર કરી ‘સર્જિકલ સ્ટ્રાઇક’: રાહુલ ગાંધી

હિમાચલ પ્રદેશમાં પારો નીચે આવ્યો
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે શનિવારે પારો નીચે ગગડ્યો છે. મોસમ વિભાગનું કહેવું છે કે, સોમવાર સુધીમાં વરસાદ પડશે. ક્ષેત્રીય મોસમ વિજ્ઞાનનું કહેવું છે કે, ઘણા સ્થાને ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો. સોલમ અને પાલમપુર કસ્બામાં સૌથી વધારે 50 મિલીમિટર વરસાદ નોંધાયો.

આ પણ વાંચો: J&K: 700 જવાનોનું 8 ગામડામાં સર્ચ ઓપરેશન, 3 પોલીસકર્મીઓના હત્યારાઓની ખેર નહીં

દિલ્હીમાં થયો ઝરમરીયો વરસાદ
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસ્યો છે. મોસમ વિભાગનું માનીએ તો શનિવારે પણ ઓડિશા, તેલંગાણા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. રાજધાની દિલ્હી શુક્રવાર રાત્રે ઘણા વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ પડ્યો હતો. શનિવારે સવારે પણ વાદળો છવાયેલા રહ્યા. સાંજે પણ વરસાદ પડવાની સંભાવના છે, વરસાદના કારણે તાપમાનમાં કમી આવી છે.