Mumbai: Heavy rain lashes the city
NIFTY 10,992.05 -26.85  |  SENSEX 36,511.55 +-30.08  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મુંબઇમાં આફતનો વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા, લોકલ ટ્રેન સેવા ખોરવાઇ

મુંબઇમાં આફતનો વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા, લોકલ ટ્રેન સેવા ખોરવાઇ

 | 8:34 am IST

મુંબઇમાં સતત વરસાદ પડી રહ્યો છે, કેટલાંક વિસ્તારોમાં હાલત ખરાબ થઇ ગઇ છે. સતત વરસાદના લીધે નીચાણવાળા કેટલાંય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. મુંબઇની લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેન કયાંક મોડી ચાલી રહી છે તો કયાંક બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના લીધે આજે પણ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ગઇકાલે મોડી રાત્રે બોરીવલીના પૂર્વ વિસ્તારમાં ત્રણ ઘરનો કેટલોક ભાગ વરસાદમાં ધરાશાયી થઇ ગયો છે, નસીબજોગે કોઇ જાનહાનિ થઇ નથી. હાલ એનડીઆરએફની ટીમ કાટમાળ ખસેડવાનું કામ કરી રહી છે.

આખી રાત સતત વરસાદ પડતાં મુંબઇગરાની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. વડાલા રેલવે સ્ટેશનના પાટા પાણીમાં ડૂબી ગયા છે. તેના લીધે કેટલીક લોકલ ટ્રેનની રફતાર પર બ્રેક લાગી શકવાની આશંકા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સપ્તાહની શરૂઆત પણ ધોધમાર વરસાદથી થઈ હતી. છેલ્લાં 21 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકયો છે. 2005 જેવો માહોલ સર્જાતા લોકોમાં ગભરાટ સર્જાયો હતો. વસઈના રહેણાક વિસ્તારમાં પાણી ભરાવાથી 300 લોકો ફસાઈ ગયા હતા. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ઉપનગરોમાં વરસાદનું જોર વધુ હતું. જોકે થાણે, ડોંબિવલી, કલ્યાણ, ભિવંડી, બદલાપુર, અંબરનાથમાં મુશળધાર વરસાદ ચાલુ છે.

નાલાસોપારા, વસઈ, વિરાર, કલ્યાણ ભિવંડીમાં તો અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાલઘર, દહાણુ, વિક્રમગઢ, તલાસરી વાડા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં બધી જ નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદનું જોર ઓછું નહીં થતાં અને ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી સ્કૂલ- કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી.

મુંબઇના કેટલાંય વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે રસ્તા જાણે નદીઓ બનીને વહેતા દેખાય છે. મુંબઇના સાયન વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયું છે. ચારેયબાજુ જયાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. આ વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જો કે બીએમસીએ ઠેર-ઠેર પાણી નીકાળવાની મોટરો ફીટ કરી છે. તેમ છતાંય દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઇ પાણી પાણી થઇ ગયું છે. સાંતાક્રૂઝમાં પણ સ્થિતિ ખરાબ છે.