Flooding in Navsari, see video
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • નવસારીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, જુઓ video

નવસારીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, જુઓ video

 | 6:25 pm IST

નવસારીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર છે. નવસારી,ગણદેવી અને બીલીમોરાને જોડતો મુખ્યમાર્ગ હાલ બંધ થઇ ગયો છે. અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. નવાગામ પાસે ત્રણ ફુટ જેટલા પાણી ભરાયા છે.નવસારી તાલુકામાં સૌથી વધુ 7.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યો છે.

અધિકારીઓને પરિસ્થિતિ પર જઇ કામગીરી કરવાની સુચના આપવામાં આવી છે. સાથે જ વરસાદ અંગેની તમામ માહિતી મેળવી કલેક્ટર કચેરીએ જાણ કરવા પણ આદેશ કર્યો છે.તમામ અધિકારીને ફિલ્ડમાં રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ-મુંબઇ હાઇવે પર પણ પાણી ભરાયા છે. ભારે ટ્રાફિક જામમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.