heavy-rains-forecast-in-next-16 and 17 august- in-gujarat
  • Home
  • Featured
  • ગુજરાતના દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતના દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, વરસાદી સિસ્ટમ સક્રિય

 | 2:02 pm IST

બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 16 અને 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જેને કારણે 16 અને 17 ઓગષ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 56 ટકા વરસાદ વરસ્યો છે. તેમ છતા રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે.