Heavy sales push the market constantly down, know details
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ભારે વેચવાલીથી બજારમાં સતત પીછેહઠનો દોર, જાણો બજારના હાલ અંગે 

ભારે વેચવાલીથી બજારમાં સતત પીછેહઠનો દોર, જાણો બજારના હાલ અંગે 

 | 2:40 pm IST

પુલ-બેક ધોવાઈ ગયો

અપેક્ષા મુજબ જ પુલ-બેકની અસર ધોવાઈ ગઈ અને બજારમાં ખાસ આગેકૂચ જોવા મળી નહીં. ગત સપ્તાહે બજારે લગભગ તમામ સકારાત્મક બાબતોને નકારી અને નીચા સ્તરે બંધ આવ્યું હતું. નિફ્ટી ૮,૦૦૦ના સ્તરની ઉપર જળવાઈ રહેવાં છતાં રોકાણકારોમાં વિશ્વાસનો અભાવ જોવા મળ્યો. નિફ્ટી ૭,૫૧૧ના નીચા સ્તરને પુનઃસ્પર્શે તેવી સંભાવના છે. નિફ્ટી આ સ્તરથી નીચે સરકશે તો ૬,૮૨૫-૬,૧૪૪ના સ્તરને સ્પર્શી શકે છે. જોકે, વોલેટાલિટી ઇન્ડેક્સ ઇન્ડિયા વીઆઇએક્સમાં લગભગ ૨૧ ટકાનો ઘટાડો એક સારી બાબત છે. આનાથી માર્કેટને આગળ વધવામાં મદદ મળશે તેમજ કોરોના મહામારી સંબંધિત સારા સમાચારથી માર્કેટને બળ મળી શકે છે.

કેન્ડલસ્ટિક વિશ્લેષણ

દૈનિક ચાર્ટ્સ ઉપર બન્ને સૂચકાંકોએ સતત બે ટ્રેડિંગ સેશન્સમાં ઓપનિંગ બ્લેક બોડી મારુબુઝોનું નિર્માણ કર્યુ છે. સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર સેન્સેક્સ અને નિફ્ટીએ બેરિશ હરામીનું નિર્માણ કર્યું છે, પરંતુ તેને મહત્ત્વતા આપી શકાય નહીં કારણકે તેણે પીછેહઠનું નિર્માણ કર્યું છે. આમ દૈનિક કેન્ડલસ્ટિક મંદી તરફી ઝોંકની સંભાવના વ્યક્ત કરે છે.

વચગાળાનું બોટમ રિટેસ્ટ થશે

માર્કેટ હાલ પુલ-બેકમાં છે, જેની શરૂઆત ગત સપ્તાહે શરૂ થઈ હતી. સેન્સેક્સમાં ૨૫,૬૩૮ અને નિફ્ટીમાં ૭,૫૧૧ ઉપર વચગાળાનું બોટમ બન્યું છે. સેન્સેક્સમાં ૩૧,૯૯૩-૩૩,૯૫૬-૩૫,૯૧૮ અને નિફ્ટીમાં ૯,૩૯૦-૯,૯૭૦-૧૦,૫૫૧ વચ્ચે પુલ-બેક સ્તરોને ધ્યાનમાં લઈ શકાય. નિફ્ટી ઘટીને લગભગ ૮,૦૦૦ના સ્તરે આવી ગઈ હોઈ હાલના સમયમાં પુલ-બેક બાબતે અસમંજસ છે. આમ પીછેહઠ ચાલુ રહેશે અને સેન્સેક્સ ૨૫,૬૩૮ અને નિફ્ટી ૭,૫૧૧ના વચગાળાના બોટમને ક્યારે સ્પર્શશે તે સમય ઉપર આધારિત રહેશે.

બેરિશ ગેપનું રેઝિસ્ટન્સ

વર્તમાન પુલ-બેકને બળ મળે તો સેન્સેક્સ ૩૪,૭૬૯-૩૫,૧૦૯ અને નિફ્ટી ૧૦,૧૫૯-૧૦,૨૯૪ વચ્ચેના બેરિશ ગેપ ઉપર મજબૂત રેઝિસ્ટન્સનો સામનો કરશે. નીચેની બાજુએ જો નિફ્ટી ૮,૪૩૨ની નીચે બંધ આવે તો તે ૬,૧૧૦ના સ્તર તરફ પીછેહઠ કરી શકે છે.

નબળું વલણ

ગત સપ્તાહે બન્ને સૂચકાંકો ૨૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૦,૯૦૧ અને નિફ્ટી – ૯,૦૩૦)ની ટૂંકાગાળાની સરેરાશ, ૫૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૬,૬૯૨ અને નિફ્ટી – ૧૦,૭૫૪)ની મધ્યમગાળાની સરેરાશ તથા ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૮,૬૧૫ અને નિફ્ટી – ૧૧,૪૦૮)ની લાંબાગાળાની સરેરાશની નીચે જળવાયેલા રહ્યાં હતાં.

ઓસિલેટર વિશ્લેષણ

એમએસીડી બાય મોડમાં અને પ્રાઇઝ આરઓસી નેગેટિવ છે તથા સેલ મોડમાં જળવાયેલો છે. આરએસઆઇ (૩૩) નબળાઈનું વલણ સૂચવે છે. સ્ટોકેસ્ટિક ઓસિલેટર%K(૩૨) એ %Dની ઉપર છે અને તેથી બાય મોડમાં છે. એડીએક્સ (૫૭) પીછેહઠ બાદ હવે કોન્સોલિડેશનની સંભાવના દર્શાવે છે. દિશાસૂચક સૂચકાંકો સેલ મોડમાં છે કારણકે+DIએ-DIની નીચે છે. ઓબીવી સેલ મોડમાં છે અને લોવર ટોપ લોવર બોટમ ફેર્મેશન બનાવી રહ્યો છે. બોલિન્જર બેન્ડ સેલ મોડમાં છે. એમએફઆઇ (૩૩) નેગેટિવ મની ફ્લો સૂચવે છે. આમ ઓસિલેટર્સ મિશ્ર વલણની સંભાવના દર્શાવે છે.

F&O ફંડા : જતિન સંઘવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન