અમેરિકામાં બરફનું ભયંકર વાવાઝોડું, વીજળીના કડાકાને ભડાકા 2600 ફ્લાઇટ્સ રદ્દ - Sandesh
NIFTY 11,042.10 +34.05  |  SENSEX 36,606.32 +86.36  |  USD 68.5350 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અમેરિકામાં બરફનું ભયંકર વાવાઝોડું, વીજળીના કડાકાને ભડાકા 2600 ફ્લાઇટ્સ રદ્દ

અમેરિકામાં બરફનું ભયંકર વાવાઝોડું, વીજળીના કડાકાને ભડાકા 2600 ફ્લાઇટ્સ રદ્દ

 | 11:30 am IST

અમેરિકાના પૂર્વી તટ પર એક સપ્તાહથી પણ ઓછા સમયમાં બીજી વખત બુધવારના રોજ બરફનું તોફાન આવ્યું છે. તેના લીધે 2600થી વધુ વિમાની સેવાને અસર થઇ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ બર્ફીલા તોફાનના લીધે વીજળીના જબરદસ્ત કડાકા સંભાઇ રહ્યા હતા.

ફિલોડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજળીનો પુરવઠો ઠપ થઇ ગયો છે તેના લીધે લગભગ પાંચ કરોડ લોકોને અસર થઇ છે. રિપોર્ટ મુજબ ન્યૂજર્સીની માધ્યમિક સ્કૂલના એક શિક્ષિકા પર વીજળી ત્રાટકી હતી, પરંતુ તેનો આબાદ બચાવ થયો છે. સીબીએસન્યૂઝ ડૉટ કૉમના મતે અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાનો આગ્રહ કર્યો છે.

હવામાન વિભાગના મતે ગુરૂવારના રોજ તોફાનની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં એક ફૂટ કે તેનાથી વધુ બરફવર્ષા થઇ શકે છે. મીડિયા રિપોર્ટના મતે ન્યૂયોર્ક સિટીમાં આઠથી 12 ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક, અને ન્યૂજર્સી એરપોર્ટ પર 2600થી વધુ ઉડાન રદ્દ કરી દેવામાં આવી છે.