heavy-to-medium-rail-flow-in-gujarat
  • Home
  • Featured
  • રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 48 કલાકમાં આ વિસ્તારોને મેઘો તરબોળશે

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 48 કલાકમાં આ વિસ્તારોને મેઘો તરબોળશે

 | 8:04 am IST

રાજ્યભરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશભરમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જેમાં ગુજરાતના અનેક સ્થળોએ આવનારા 48 કલાકમાં વરસાદ પડી શકે છે. હવાખાન વિભાગે આ વિશે વધુમાં કહ્યું છે કે હવામાનમાં પલટો આવવાના કારણે આ સ્થિતિનુ નિર્માણ થયુ છે. દેશના પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો આગામી 21 થી 24 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: પાદરામાં એકાએક વાતાવરણમાં પલટા સાથે વરસાદ તૂટી પડયો

ગુજરાતની વાત કરીએ તો ભારે બફારા બાદ ગુરુવારે જુનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ઝાપટાં ચાલું છે, જેમાં બિલખાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બાદલપુર, પ્રભાતપુર, શેમાંરાળા ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: ધારી અને આસપાસના ગામોમાં અડધા કલાકમાં અડધો ઈંચ વરસાદ

આ વિસ્તારોમાં વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગીર સોમનાત તથા તાલાળાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા અને આસપાસના વિસ્તારોમાં સતત બિજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા. ચોમાસુ પૂર્ણ થવાના આરે આવ્યું અને રાજ્યમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠામાં માત્ર ૨૯ % વરસાદ ! જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરો