Heavy Wind Pushes Tractor back, Video Viral On Net
  • Home
  • Featured
  • ભારે પવનનાં જોરનાં આગળ ટ્રેક્ટરનું પણ ના ચાલ્યું, જુઓ સોશિયલ મીડિયામાં વાઈરલ VIDEO

ભારે પવનનાં જોરનાં આગળ ટ્રેક્ટરનું પણ ના ચાલ્યું, જુઓ સોશિયલ મીડિયામાં વાઈરલ VIDEO

 | 7:10 pm IST

હાલ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. પણ નિસર્ગને કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેવામાં નિસર્ગની અસરને કારણે અનેક જગ્યાઓએ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં એક ટ્રેક્ટરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તેવામાં ભારે ભરખમ પણ ટ્રેક્ટર પર પવનની આગળ ટકી શક્યું ન હતું. અને કાગળ પાણીમાં તણાતું હોય તે રીતે પાછળ ધકેલવા લાગ્યું હતું. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. પણ વીડિયો કઈ જગ્યાનો છે તે હજુ સુધી જાણકારી મળી નથી. વાઈરલ વીડિયો નિસર્ગ વાવાઝોડાનો છે કે અંગે સંદેશ ન્યુઝ પૃષ્ટિ કરતું નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન