Heena Panchal look a like Malaika Arora dance in mumbai rain, video viral
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ડુપ્લીકેટ મલાઈકા અરોરાની સ્ટાઈલ જોઈને ઉડી જશે તમારા હોંશ

ડુપ્લીકેટ મલાઈકા અરોરાની સ્ટાઈલ જોઈને ઉડી જશે તમારા હોંશ

 | 5:09 pm IST

મુંબઈમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે, અને વરસાદે માયાનગરી મુંબઈના લોકોને હચમચાવી મૂક્યા છે. ત્યારે બીજી તરફ મુંબઈના માહોલ બહુ જ સોહામણું બની ગયું છે. અનેક લોકો વરસાદના પાણીમાં ભીંજાઈને મજા લઈ રહ્યા છે. વરસાદ ક્યાંક આફત તો ક્યાંક મસ્તી. આવી જ ધમાલ મચાવી રહી છે, મલાઈકા અરોરાની હમશકલ યુવતી હીના પાંચલ.

હીના પાંચાલે મદમસ્ત મોસમનો લ્હાવો ઉઠાવીને પોતાની આવડત બતાવવાનો પ્રયાસ કર્યો છે. હીના પાંચાલે ફિલ્મ ‘મોહરા’નું ફેમસ ગીત ‘ટિપ ટિપ બરસા પાની…’ પર ડાન્સ કર્યોછે. હિના પાંચાલનો આ વીડિયો જોતજોતામાં વાઈરલ થઈ ગયો છે, કેમ કે તે મદમસ્ત અંદાજમાં નાચી રહી છે. આમ, તો મલાઈકા અરોરા પોતાના ડાન્સને કારણે પ્રખ્યાત છે, પરંતુ હીના પાંચાલનો ડાન્સ પણ કોઈ ઓછી નથી. તે ગીતમાં કમાલનો જલવો વિખેરી રહી છે. તે પૂરા રિધમ સાથે ડાન્સ કરી રહી છે. જોકે, તેણે આ ગીતો પોતાના ઘરના ટેરેસ પર બનાવ્યું છે. આને કહેવાય ક્રેઝી મુંબઈકર.