Heena Sidhu Gave Solid Reply To Malala Yusufzai
  • Home
  • Featured
  • કાશ્મીર મુદ્દે પાક.ની મલાલા પર ભારે પડી આ ભારતીય મહિલા ખેલાડી, આપ્યો સણસણતો જવાબ

કાશ્મીર મુદ્દે પાક.ની મલાલા પર ભારે પડી આ ભારતીય મહિલા ખેલાડી, આપ્યો સણસણતો જવાબ

 | 11:26 pm IST

ભારતીય મહિલા શૂટર હીના સિદ્ધુએ નૉબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત પાકિસ્તાનની શિક્ષા અધિકાર કાર્યકર્તા મલાલા યૂસુફઝઈને જડબાતોડ જવાબ આપ્યો છે. મલાલાએ સોશિયલ મીડિયા પર સંયુક્ત રાષ્ટ્રથી કાશ્મીરમાં શાંતિ લાવવા અને બાળકોને ફરી સ્કૂલ મોકલવામાં મદદ કરવાની દિશામાં કામ કરવાની અપીલ કરી હતી. હીનાએ મલાલાને આના પર જવાબ આપતા યાદ અપાવ્યું કે કેવી રીતે પાકિસ્તાનમાં શિક્ષણનાં કારણે જ તેનો જીવ જતા જતા રહી ગયો હતો.

હીનાએ મલાલાનાં ટ્વિટનો જવાબ આપતા લખ્યું કે, ‘તમારા જણાવ્યા પ્રમાણે અમારે કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવું જોઇએ, કેમકે ત્યાં તમારી જેમ દરેક છોકરીનાં શિક્ષણ માટે સારી તકો છે, જે રીતે તમે દેશ છોડી દીધો અને પછી ક્યારેય પરત ના ગયા. કેમ ના તમે જ પહેલા પાકિસ્તાન જઇને બતાવો અને ઉદાહરણ પુરુ પાડો?’

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત 5 ઑગષ્ટનાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરતા મોટો નિર્ણય લીધો હતો. મલાલાએ આ પહેલા કહ્યું હતુ કે તે કેટલાક દિવસ પહેલા કાશ્મીર ગઈ હતી અને તેમણે ત્યાંનાં લોકો સાથે સમય પસાર કર્યો હતો. તેમની રહેણી-કહેણી અને કામકાજને લઇને તેમની સાથે વાત કરી હતી. આ પહેલા લોકો મલાલાને આ ટ્વિટને કારણે ટ્રોલ કરી ચુક્યા છે. લોકોએ કહ્યું કે, ‘તેને પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં પાક. સેનાનો અત્યાચાર નથી દેખાતો, તેને ત્યાં શાંતિની ચિંતા નથી.’ લોકોએ લખ્યું કે, ‘પીઓકેમાં અત્યાચાર તમને નથી દેખાતો. ત્યાંનાં બાળકોની સ્થિતિને લઇને તમે ચુપ કેમ છો?’

આ વિડીયો પણ જુઓ: 1 કરોડ રોકડ ઉપાડ પરનો 2 ટકા TDS દૂર કરાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન