Heena Sidhu indian Shooter attack on Pak minister Fawad Hussain
  • Home
  • Featured
  • 370 પર પાકિસ્તાનના મંત્રીને ભારતની મહિલા ખેલાડીએ આપ્યો સણસણતો જવાબ

370 પર પાકિસ્તાનના મંત્રીને ભારતની મહિલા ખેલાડીએ આપ્યો સણસણતો જવાબ

 | 4:58 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ઘણું બેચેન છે. ત્યાના રાજનેતા અને કેટલીક જાણીતી હસ્તીઓ આ મુદ્દે સતત નિવેદનો આપી રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાન સરકારના મંત્રી ચૌધરી ફવાદ હુસૈનના એક નિવેદન પર મહિલા નિશાનેબાજ હીના સિદ્ધુએ આકરો પ્રહાર કરી જવાબ આપ્યો છે.

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ બાદ હીના સિદ્ધુએ ઇમરાન ખાનના મંત્રી ફવાદ હુસૈનને જબરદસ્ત જવાબ આપ્યો છે. આપને જણાવી દઈએ કે ફવાદે ભારતીય સેનાના શીખ સૈનિકોને અપીલ કરી હતી કે તેઓ કાશ્મીરમાં ડ્યૂટી કરવાથી ઇન્કાર કરે. ફવાદના આ નિવેદન બાદ કેપ્ટનની ફટકાર બાદ મહિલા શૂટરે આકરો જવાબ આપ્યો છે.

મેડલ જીતીને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર દેશની આ દીકરી હીના સિદ્ધૂએ ફવાદના ટ્વીટ પર જવાબ આપતા લખ્યું કે,‘પંજાબી હંમેશા ભારત અને ભારતના પશ્ચિમમાં જે પણ થઈ રહ્યું છે તેની વચ્ચે એક મોટી દીવાર બનીને ઉભા છે. હું એક પંજાબી અને એક સિદ્ધૂ છું. હું આશા કરું છું કે તમે શીખ ઇતિહાસ વિશે થોડું ઘણું તો વાચ્યું હશે. સેનાને ભૂલી જાઓ….જે અમારું છે તેની રક્ષા માટે અમારે સેનામાં હોવાની જરૂર નથી.’

આપને જણાવી દઈએ કે હીના સિદ્ધૂએ વર્લ્ડ કપ-2013 અને 2017માં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે 2009 અને 2014માં સિલ્વર મેડલ જીત્યા હતા. ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ-2010 અને 2018માં ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદની સાધના વિનય મંદીર સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાઈ 250 ફુટની રાખડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન