તમે પણ ખાશો સફેદ મશરૂમ તો સ્વાસ્થયને થશે આ લાભ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • તમે પણ ખાશો સફેદ મશરૂમ તો સ્વાસ્થયને થશે આ લાભ

તમે પણ ખાશો સફેદ મશરૂમ તો સ્વાસ્થયને થશે આ લાભ

 | 3:56 pm IST

કહેવામાં આવે છે કે ડાર્ક રંગના ફળ કે શાકમાં વધારે પોષક તત્વો રહેલા છે. જોકે સફેદ મશરૂમ આ ધારણાને ખોટી સાબિત કરે છે. સફેદ રંગનું મશરૂમ ખાદ્ય પદાર્થમાં ખૂબ ફેમસ છે. તેમા વધારે પ્રમાણમાં પોષક તત્વ રહેલા છે. સફેદ મશરૂમ સહેલાઇથી મળી શકે છે. સામાન્ય રીતે તેનો પ્રયોગ સૂપ સલાડ અને સ્ટિર ફ્રાઇઝમાં કરાવમાં આવે છે. મશરૂમના ઘણાં પ્રકાર છે. જેમ ઓએસ્ટકર મશરૂમ, બટન મશરૂમ અને શિટાકે મશરૂમ. મશરૂમમાં કેલરીનું પ્રમાણ ઓછું હોયછે. વિટામિન બીનો યોગ્ય સ્ત્રોત માનવામાં આવે છે. મશરૂના ઘણાં ઔષધિય ગુણ છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે
સફેદ મશરૂમમાં પ્રોટીન વધારે પ્રમાણાં હોય છે અને તે કોલેસ્ટ્રોલ રોકવામાં મદદ કરે છે. તે સિવાય તેમા ફાઇબર હોય છે. જે કોલેસ્ટ્રોલ વધવાથી રોકે છે. તેમા રહેલા પ્રોટીન વધારે પડતા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

હાડકા મજબૂત કરે છે
સફેદ મશરૂમમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. નિયમિત રૂપથી મશરૂમનું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસ, સાંધાના દુખાવા અને હાડકા સંબંધિત અન્ય પ્રકારની સમસ્યાથી રાહત મળે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
મશરૂમમાં એરગોથિઓનેઇન નામની એક શક્તિશાલી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. જેમા કુદરતી એન્ટીબાયોટિક અને એન્ટી ફંગલ યૌગિક પણ રહેલા છે. જે અનેક પ્રકારના સંક્રમણોથી શરીરની રક્ષા કરે છે.

ડાયાબિટીઝથી બચાવે છે
સપેદ મશરૂમમાં કુદરતી ઇંસુલિન અને એજાઇમ્સમ હોય છે. જે ખાવામાં રહેલી સુગર અને સ્ટાર્ચને તોડવામાં મદદ કરે છે. તે સિવાય તે ક્રોમિયમનું પણ ઉત્તમ સ્ત્રોત છે. તેનાથી રક્ત શુગરનું સ્તર સંતુલિત રહે છે.

વજન ઓછુ કરવામાં મદદરૂપ
સફેદ મશરૂમમાં વધારે પ્રમાણાં ફાઇબર હોય છે. જેથી પાચન શક્તિ અને મેટાબોલિજ્મમને બરાબર કરે છે.મશરૂમમાં કાર્બોહાઇડ્રેટ ઓછુ કરે છે. જેથી તે માંસપેશીઓ પર જમા થયેલી ચરબીને ઓછી કરે છે. વજન ઓછુ કરવા માટે મશરૂમ ફાયદાકારક છે.

આર્યનને શોષિત કરવામાં મદદ કરે
સફેદ મશરૂમમાં કોપર હોય છે. જે ખાવાનામાંથી આર્યનને શોષિત કરવાની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે..તેની સાથે જ મશરૂમમાં આર્યન પણ હોય છે. જેથી મિનરલ્સય અને આર્યન મળીને હાડકાને મજબૂત બનાવે છે અને એનિમિયાથી રક્ષા કરે છે.

બ્લડ પ્રેશર ઓછું કરે
સફેદ મશરૂમમાં પોટેશિયમ હોય છે. જે વાસોલેટરની જેમ કામ કરે છે અને રક્ત કોશિકાઓ પર દબાણ ઓછુ કરે છે. જેથી બ્લડ પ્રેશરનું કામ ઓછું થાય છે. પોટેશિયમ બૌદ્ધિક ક્ષમતાના વિકાસ માટે પણ ફાયદાકારક બનાવવામાં આવે છે.

કેન્સરથી બચાવે છે
સફેદ મશરૂમ બ્રેસ્ટ અને કેન્સર ચેમડ પ્રોસ્ટેટ કેન્સરથી બચાવવામાં મદદ કરે છે. જેમા રહેલા લિનોલેઇક એસિડ ઓસ્ટ્રોજન વધારે પડતા પ્રમાણથી થનારા ખરાબ પ્રભાવને ઓછુ કરવામાં મદદ કરે છે. મશરૂમમાં બીટા ગ્લૂજન હોય છે. જે પ્રોસ્ટેટ કેન્સરના મામલામાં કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે.