Helen has a good relationship with Salim Khan, how the love story started
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલીમ ખાનની પ્રેમ કહાની છે ખુબ જ મજેદાર, હેલેન સાથે આવી રીતે થઈ હતી પ્રેમ સંબંધની શરૂઆત

સલીમ ખાનની પ્રેમ કહાની છે ખુબ જ મજેદાર, હેલેન સાથે આવી રીતે થઈ હતી પ્રેમ સંબંધની શરૂઆત

 | 1:55 pm IST
  • Share

બોલિવૂડ(Bollywood)માં આમ તો આઈટમ સોંગની સિઝન ચાલી રહી છે. પરતું જ્યારે સવાલ થાય છે કે તેની શરૂઆત ક્યારે થઈ હતી, પહેલું સોંગ ક્યું હતું કે જેમાં જોરદાર ડાન્સ બતાવવામાં આવ્યો હતો. તેનો જવાબ હતો હેલેન(Helen). એક એવી અભિનેત્રી જેણે પોતાના ડાન્સ દ્વારા દરેક લોકોના દિલમાં રાજ કર્યું હતું. હેલેન(Helen)ને માત્ર 19 વર્ષની ઉઁમરમાં મોટો બ્રેક મળી ગયો હતો. ફિલ્મ હાવડા બ્રિજમાં કામ કરીને હેલેને પોતાની કારકિર્દીને સાચી દિશા આપી હતી. તે ફિલ્મનું સોંગ મેરા નામ ચિન ચિન ચૂ દ્વારા તે દરેક લોકોના દિલ ઉપર રાજ કરી બેઠી હતી.

તેના પછી તેમની ફિલ્મી કારકિર્દી દોડવા લાગી હતી તેણે ઘણા સુપર ડુપર સોંગ ઉપર ડાન્સ પણ કર્યો હતો. પછી તે પિયા તૂ અબ તો આજા હોય કે પછી મુંગડા મુંગડા હોય. હેલેન(Helen)નો જાદુ દરેકના દિલમાં રાજ કરી ગયો હતો. પરંતુ આ અભિનેત્રીની પર્સનલ લાઈફમાં હંમેશા ઉતાર ચઢાવ રહ્યા હતા. હેલેને (Helen) મોટા ડાયરેક્ટર પીએન અરોડાની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 16 વર્ષ પછી તેણે પીએનને છોડી દીધો હતો. પીએનને છોડતાની સાથે હેલેનની જિંગદી બદલાઈ ગઈ હતી. તે આર્થિક સંકટમાં આવી ગઈ હતી.

જ્યારે હેલેન(Helen)ને આત્મહત્યા જેવા વિચાર આવવા લાગ્યા તે સમયે તેમની જિંગદીમાં સલીમ ખાન(SalimKhan)ની એન્ટ્રી થઈ હતી. 1962માં ફિલ્મ કાબિલ ખાન(KabilKhan)ના સમયે બંને હેલેન અને સલીમ એક બીજા સાથે સંપર્કમાં આવ્યા હતા. તે સમયે હેલેને (Helen) પોતાના દરેક પ્રોબ્લે સલીમ ખાનને જણાવ્યા હતા. સલીમ ખાન પણ હેલેનના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માગતા હતા. તે હેલેનને દિલથી પસંદ કરવા લાગ્યા હતા. પરંતુ તેમને એક પ્રોબ્લેન નડી રહ્યો હતો. કારણ કે તે  પહેલાથી લગ્ન કરી ચૂક્યા હતા.

પરંતુ સલીન ખાને ત્યારે મુશ્કેલીમાં મુકાયેલી હેલેનને સહારો આપવા માટે તેણે પોતાની જિંદગીમાં અપનાવી લીધી હતી. તેણે લગ્ન કર્યા હોવા છતા હેલેનને એ જગ્યા આપી જે ક્યારેય કોઈ બીજાને ન મળી શકે. હવે આટલા વર્ષો પછી પણ તે સાથે છે અને ખુબ જ ખુશ નજરે પડી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદ – DCP ઝોન – 7 દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન