Helicopter carrying relief material to Flood affected areas has crashed
  • Home
  • India
  • પૂરગ્રસ્ત ઉત્તરાખંડમાં નવી મુસીબત, વિજળીના તારને અડતા જ ધડાકાભેર તુટી પડ્યું હેલિકોપ્ટર

પૂરગ્રસ્ત ઉત્તરાખંડમાં નવી મુસીબત, વિજળીના તારને અડતા જ ધડાકાભેર તુટી પડ્યું હેલિકોપ્ટર

 | 1:41 pm IST

પૂરગ્રસ્ત ઉત્તરાખંડમાં રાહત કાર્ય માટે આવેલું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. હેલિકોપ્ટરમાં 3 લોકો સવાર હતા જે તમામ માર્યા ગયા હોવાની આશંકા છે. આ હેલિકોપ્ટર રાહત સામગ્રી પહોંચાડવા ટિકોચી ગામ જઈ રહ્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાહત અને બચાવ કામમાં જોતરાયેલું આ હેલિકોપ્ટર અચાનક વીજળીના તારને અડી જતા નીચે પડ્યું હતું. હેલિકોપ્ટરનો રાહત અને બચાવ કામ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

ઉત્તરાખંડમાં હાલ ભારે પૂરની સ્થિતિ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. એનડીઆરએફ અને સેનાના જવાનો બચાવકાર્યમાં જોડાયેલા છે. હેલિકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી હતી.

આ દરમિયાન રાહત સામગ્રી લઈને ટિકોચી ગામ જઈ રહેલું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ, કો-પાયલટ અને એસડીઆરએફના જવાન સહિત ત્રણ લોકો હતા. ક્રેશ થયેલું હેલિકોપ્ટર હેરિટેઝ એવિએશનનું હતું. વિજળીના તારના સંપર્કમાં આવતા જ હેલિકોપ્ટર ધડાકાભેર તુટી પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને પૂરને કારણે 35 લોકોનાં મોત થયા છે. છેલ્લા થોડા દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉત્તરાખંડની ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન