Helicopter service will be started between Ahmedabad and Gandhinagar
  • Home
  • Featured
  • અમદાવાદથી ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે

 | 8:00 am IST
  • Share

  • ઉડ્ડયન મંત્રીએ કહ્યું – દેશના 10 શહેરોમાં 82 રૃટ પર એર કોરિડોર બનશે

  • ગુજરાતમાં હવે એર એમ્બુલન્સ તરીકે ટૂંકા અંતરની હેલિકોપ્ટર સર્વિસ ઉપલબ્ધ બનશે

  • ઉત્તરાખંડમાં મળેલી હેલિ સમિટમાં ભારતના ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી હેલિકોપ્ટર નીતિ જાહેર કરી

ઉત્તરાખંડમાં મળેલી હેલિ સમિટમાં ભારતના ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી હેલિકોપ્ટર નીતિ જાહેર કરી છે. આ નવી પોલિસીમાં ભારતના 10 શહેરોમાં 82 રૃટ ઉપર હેલિકોપ્ટર કોરોડોર વિકસિત કરવાનુ આયોજન રજૂ થયુ છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ- ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૃ કરવાની જાહેરાત થઈ છે.

ગુજરાતમાં 10 વર્ષથી એર એમ્બ્યુલન્સ સેવા શરૃ કરવાની જાહેરાતો, આયોજનો અને ભંડોળની ફાળવણી થતી રહી છે. જો કે, રાજ્ય સરકાર હજી સુધી આ ક્ષેત્રમાં આગળ કંઈ જ કરી શકી નથી. તેવામાં ભારત સરકારે શુક્રવારે નવી હેલિકોપ્ટર પોલીસી જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે, દેશમાં ત્રણ એક્સપ્રેસ વે ઉપર હેલિપોર્ટ્સ ડેવલપ કરાશે. જેમાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ- વે, અંબાલા- કોટપુલી અને અંબાલા- ભટિંડા- જામનગર એક્સપ્રેસ- વેનો સમાવાશે થાય છે. આ ત્રણેય એક્સપ્રેસ- વે ઉપર આકાર પામનનારા હેલિપેડનો ઉપયોગ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં તેમજ અકસ્માત સમયે પીડિતોને હેલિકોપ્ટરની મદદથી તત્કાળ હોસ્પિટલમાં પહોંચાડવા માટે થશે. દેશમાં 10 શહેરોથી આ સેવાની શરૃઆત થશે. જેની શરૃઆત મુબંઈના જુહૂ- પૂના- જુહૂ, મહાલક્ષ્મી- રેસ કોર્સ- પૂના, ગાંધીનગર- અમદાવાદ- ગાંધીનગર રૃટથી થશે.

જો કે, કેટલા સમયમાં હેલિકોપ્ટર સેવા શરૃ થશે તેનો કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી. અલબત્ત આ દિશામાં ઝડપથી સેવા શરૃ કરવા ઉડ્ડયન મંત્રાલય એક હેલિકોપ્ટર એક્સેલરેશન સેલ સ્થાપશે તેમ જણાવાયુ છે.

ત્રણેક વર્ષ અગાઉ અમદાવાદમાં નવી બંધાયેલી જીફઁ હોસ્પિટલમાં પણ એર એમ્બ્યુલન્સ લેન્ડ થઈ શકે તેના માટે હેલિપેડ બનાવાયુ હતુ. જો કે, તેનો પણ ઉપયોગ થઈ શક્યો નથી. આ વર્ષે કોવિડ-19ની સેન્કન્ડ વેવ વખતે એપ્રિલ- મે મહિનામાં ચેપગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે ગુજરાતમાં એર એમ્બ્યુલન્સની અત્યંત આવશ્યકતા ઉભી થઈ હતી. તે વખતે માત્ર રાજકોટમાંથી 1૫ દર્દીઓને એર એમ્બ્યુલન્સ મારફતે અન્ય રાજ્યોમાં શિફ્ટ કરાયા હતા. જેમાંથી દિલ્હી અને ચેન્નઈ પહોંચવા દર્દીઓ પાસેથી અનુક્રમે રૃ.14 લાખ અને રૃ.22 લાખ જેટલી તોંતિગ ફી ઔવસૂલાઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો