ટ્રકની નીચે આવી ગયો બાઇકસવાર, માથા પર ફરી વળ્યું ટાયર અને પછી…
January 16, 2019 | 12:05 pm IST
પુણેમાં કેટલાક લોકોએ હેલમેટનાં અંતિમ સંસ્કાર કર્યા કારણ કે તેમનું માનવું છે કે હેલમેટ નકામુ છે. જો કે સત્ય એ છે કે ભારતમાં હેલમેટ ના પહેરવાનાં કારણે હજારો લોકોનાં અકસ્માતમાં મોત થાય છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઇને તમે પણ સમજી જશો કે હેલમેટ કેટલું જરૂરી હોય છે.
વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાઇકસવાર ટ્રકની બિલકુલ નજીકથી બાઇક ચલાવી રહ્યો છે અને આગળ જવાનાં ચક્કરમાં બાઇકનું બેલેન્સ ગુમાવે છે અને ટ્રકની નીચે આવી જાય છે. ટ્રકનું ટાયર તેના માથા પરથી નીકળી જાય છે, પરંતુ તેને જરાપણ ઇજા થતી નથી. હેલમેટ તો ટૂટી ગયું, અકસ્માત બાદ વ્યક્તિ રોડ પર જ બેસી જાય છે.