Help to stay cold or warm according to the weather condition
  • Home
  • Fashion & Beauty
  • ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડા રાખશે આ કાપડ, વાતાવરણના હિસાબથી બદલશે તાપમાન

ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડા રાખશે આ કાપડ, વાતાવરણના હિસાબથી બદલશે તાપમાન

 | 11:34 am IST

વૈજ્ઞાનિકોએ કપડાનું એક એવું ફેબ્રિક તૈયાર કે છે જે ઓટોમેટિકલી એટલે કે જાતે જ કપડામાંથી નીકળનારી હીટને રેગ્યુલેટ કરે લેશે. આમ થવા પર તે કપડાને પહેરનાર વ્યક્તિને વાતાવરણ અને વેધર કન્ડિશન અનુસાર ઠંડા કે ગરમ રહેવામાં મદદ કરે છે. આ ખાસ ફેબ્રિકને તૈયાર કરનારા અનુસંધાન કર્તાઓની માનીએ તો જ્યારે વાતાવરણ ગરમ અને ભેજ વાળુ હશે તો આ ફેબ્રિકથી હીટ નીકળી જશે અને જ્યારે વાતાવરણ ઠંડુ અને ડ્રાય હશે તો આ ફેબ્રિક હીટ એટલે ગરમીને બહાર નીકળવાથી રોકી દેશે.

વાતાવરણના હિસાબથી શરીરને ઠંડુ કે ગરમ રાખશે

મૈરિલેન્ડ યુનિવર્સિટી, અમેરિકાના શોધકર્તાઓએ સિન્થેટિક રેશા પર કાર્બન નૈનોટ્યૂબની કોટિંગ કરીને એક એવું કાપડ તૈયાર કર્યું છે જે વાતાવરણના હિસાબથી શરીરને ઠંડુ કે ગરમ રાખી શકે છે. જ્યારે વાતાવરણમાં ગરમી કે ભેજ હોય છે ત્યારે તે આ કાપડ શરીરથી ગરમી બહાર જવા દે છે અને પરસેવાને શોષી લે છે જ્યારે વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહે છે તો તે કુચાલક થઇ જાય છે અને શરીરની ગરમીને બહાર કરી દે છે. આ રીતે આ કાપડ કોઇપણ સીઝનમાં પહેરી શકાય છે. ગરમી અને શિયાળામાં પણ પહેરી શકાશે.

કાર્બન બેસ્ડ સુચાલક મેટલ છે તેનું ફાઇબર

મૈરિલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર યૂહૂઆંગ વાંગે કહ્યું કે આ પહેલી ટેકનોલોજી છે જેના દ્વારા અમને ઇન્ફ્રારેડ રેજને ડાઇનેમિકલી પ્રવેશ કરાવવાની તક મળશે, આ નવી ટેક્સટાઇલના બેસનો દોરો એવા ફાઇબરથી બનેલો છે જે 2 અલગ-અલગ સેન્થેટિક મટિરિયલથી બનેલું છે પહેલું જે પાણીને એબ્જોર્બ કરે છે અને બીજુ જે તેની પાછળ હટાવે છે. આ દોરાના સ્ટેન્ડ્સ કાર્બન નૈનૌટ્યૂબ્સથી કોટેડ છે જે ખૂબ હળવું છે. કાર્બન બેસ્ડ છે અને સુચાલક મેટલ છે.

પાણીને શોષવાની સાથે-સાથે પ્રતિરોધ પણ

આ ફાઇબરમાં રહેલા મટીરિયલ પાણીને શોષવાની સાથે-સાથે તેનો પ્રતિરોધ પણ કરે છે. જ્યારે તે પરસેવા વાળા શરીરના સંપર્કમાં આવે છે તો કપડાનું ફાઇબર ખરાબ થઇ જાય છે આ ખારબી કે પછી વિકૃતિના કારણથી પણ યાર્ન કે સ્ટેન્ડ્સ વધારે નજીક આવે છે. જેનાથી ફેબ્રિકમાં રહેલા રોમછિદ્ર એટલે કે પોર્સ ખુલી જાય છે. આમ થવા પર હીટ શરીરથી બહાર નીકળવા લાગે છે. તો શરીરને ઠંડકનો અનુભવ થાય છે. જ્યારે બીજી તરફ જ્યારે બહાર ઠંડા વાતાવરણને કારણથી શરીર ઠંડુ થવા લાગે છે. તો આ ફેબ્રિકના મેકનિજ્મ ઉંધુ કામ કરવા લાગે છે અને હીટ એટલે ગરમીને બહાર જવાથી રોકે છે.