ઘરની નાની-મોટી સમસ્યાઓ દૂર કરવાની આ છે સુપર હીટ tips - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઘરની નાની-મોટી સમસ્યાઓ દૂર કરવાની આ છે સુપર હીટ tips

ઘરની નાની-મોટી સમસ્યાઓ દૂર કરવાની આ છે સુપર હીટ tips

 | 6:10 pm IST

– તુવેરની દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં એક વાટેલું લવિંગ નાખો.
– કપડામાં શાહીનો ડાઘ પડી ગયો હોય તો ગરમ દૂધથી ધોવાથી જતો રહે છે.
– કપડામાં કાટના ડાઘ દૂર કરવા લીંબુનો રસ, ખાટું દહીં અને ગરમ પાણીથી ધુઓ સરળતાથી સાફ થઈ જશે.
– રેફ્રિજરેટરને વિનેગરથી સાફ કરવાથી બેકટેરિયા નાશ પામે છે.
– લીંબુને એરટાઈટ પ્લાસ્ટિકનાં બોકસમાં રાખીને ફ્રીઝમાં મૂકવાથી એક મહિના સુધી તાજા રહેશે.
– કાજુને વધુ ટેસ્ટી બનાવવા માટે એને બે દિવસ મીઠાનાં પાણીમાં પલાળી રાખો અને પછી તડકે સૂકવી દો.
– વેજિટેબલ સૂપને ટેસ્ટી બનાવવા માટે શાકભાજીને પહેલાં માખણમાં સાંતળી લેવા.
– ચેઈનવાળા કપડાંની ચેઈન બંધ કરીને પછી જ વોશિંગ મશીનમાં ધોવા નાખો.
– ચોમાસામાં ઘરની દીવાલને ભેજ લાગી જાય ત્યારે ત્રણ લિટર પાણીમાં એક કિલો ફટકડી ઓગાળીને દીવાલ પર એનો લેપ કરી દો. ભેજ શોષાય જશે.
– સૂપ સ્વાદિષ્ટ ન બનતો હોય કે એની સુગંધ બરાબર ન આવતી હોય તો તેમાં સૂપનો તાજો મસાલો નાખવો.
– કેરોસીનમાં સૂકાં મરચાંની ભૂકી નાંખીને માંકડ થયા હોય તે જગ્યાએ લગાવવાથી માંકડ મરી જશે અને ફરી નહીં થાય. તે જગ્યાએ તમે કપૂરની ગોળી પણ મૂકી શકો છો.
– લીંબુ, કેરી, મોસંબી જેવાં ફળમાંથી રસ કાઢતાં પહેલાં જો એને થોડીવાર પાણીમાં રાખવામાં આવે તો વધારે રસ નીકળે છે.
– બરફને ટ્રેમાંથી ઉખાડવામાં તકલીફ પડતી હોય તો ફ્રીજમાં બરફની ટ્રે રાખતાં પહેલાં સરસિયાનું તેલ ચોપડી દેવું. આમ કરવાથી ટ્રે સરળતાથી નીકળી જશે.