NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઘરના કામકાજમાં ખૂબ ઉપયોગી થશે આ નુસખા

ઘરના કામકાજમાં ખૂબ ઉપયોગી થશે આ નુસખા

 | 4:59 pm IST

-બાથરૂમમાં લગાવેલા અરીસા પર ગરમ પાણીથી જામેલી ધૂંધળાશને દૂર કરવા માટે કપડાં પણ થોડું ગ્લીસરીને લગાવી અરીસો લૂછો. એનાથી ઝાંખો પડી ગયેલો અરીસો ચમકી ઊઠે છે.
-દૂધને લાંબા સમય સુધી મૂકી રાખવું હોય ત્યારે દૂધ પહોળા વાસણને બદલે ઊંડા વાસણમાં રાખવામાં આવે તો પ્રમાણમાં વધુ સમય ટકી રહે છે અને બગડતું નથી.
-તડબૂચની છાલને સૂક્વીને પીસી નાંખો. તેની ભૂકીનો ઉપયોગ ખાવાના સોડાની જગ્યાએ કરી શકાય છે. તેનાથી કઠોળ જલદી ચડી જાય છે.
-ગુલાબની પાંદડીઓ વાટી બાટલીમાં ભરી રાખો. રાત્રે હોઠ પર લગાવો. આનાથી હોઠ ગુલાબી રહે છે.
-લીલા મરચાંને હવાચુસ્ત બાટલીમાં ચપટી હળદર નાંખીને ભરી રાખવાથી મરચાં લાંબા સમય સુધી લીલા રહે છે.
-ભાત દાઝી જાય તો તેને બીજા વાસણમાં કાઢી તેમાં બ્રેડનો ટુકડો મૂકી દેવાથી વાસ જતી રહે છે.
-ફાટેલા જૂના મોજાં ફેંકી ના દેતાં. એને ધોઈને સાફ કરીને એનાથી વાસણો, વોસ બેસીન કાચ વગેરે સાફ કરી શકો છો. એનાથી લીસોટા પડતા નથી.
-તડબૂચના બી વાટીને તેનો ગર તથા ખડી સાકર દસ-દસ ગ્રામ લઈને ચૂરણ ખાવાથી શરીર ભરાવદાર બને છે.
-મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
-હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.
-નહાવાના સાબુના વધેલા ટુકડાઓને ફેંકી ન દેતા તેને પાણીમાં ઉકાળી તે પ્રવાહીને બાટલીમાં ભરી લેવું. આ સાબુનું પ્રવાહી હાથ ધોવા કામ લાગે છે.