Helps to remove harmful toxins from the body; 'Ashwagandha'
  • Home
  • Featured
  • લીવરને લગતી દરેક સમસ્યાનો ઉપાય છે આ એક વસ્તુ, જાણો વિગતે

લીવરને લગતી દરેક સમસ્યાનો ઉપાય છે આ એક વસ્તુ, જાણો વિગતે

 | 11:56 am IST

લિવર શરીરમાંથી ટોક્સિન્સ નીકાળે છે અને જ્યારે જરૂરી હોય તો લોહીને જાડુ કરવામાં મદદ કરે છે. સાથે જ હોર્મોન્સને રેગ્યુલર કરવામાં પણ લિવરની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. લીવરને ક્ષતિ પહોંચવી સ્વાસ્થ્ય માટે ગંભીર હોય શકે છે. તે સિવાય ફેટી લીવર, લીવર ડેમેજ, લીવરમાં સોજો સહિતની સમસ્યા પણ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અશ્વગંધા એક ઉપયોગી જડીબુટ્ટી હોય છે જે લિવરને સ્વસ્થ રાખે છે.

આ રીતે મળી શકે છે ફાયદો

જાણકારી માટે જણાવી દઇએ કે આલ્કોહોલનું સેવન કરવાથી લિવર પર ખરાબ અસર પડે છે અને ફેટી લીવરની સમસ્યા ઉદ્દભવે છે. ફેટી લીવરની સમસ્યાને ઓછી કરવા માટે અશ્વગંધાનો ઉપયોગ લાભદાયી હોય છે. વધારે પડતું બેલી ફેટ, પીસીઓએસ, હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યાને ઓછી કરવા માટે તેનો ઉપયોગ લાભાદાયી માનવામાં આવે છે.

– અશ્વગંધામાં એન્ટી-ઇન્ફલેમેટ્રી ગુણ હોય છે તેના સેવન લીવરથી સોજાને ઓછો કરે છે.
– લીવરને સ્વસ્થ રાખવા માટે અશ્વગંધાનું સેવન કરવું લાભકારી હોય છે.
– તેનું સેવન દૂધની સાથે રાતે સૂતા સમય કરવાની કરી શકાય છે.
– તેની સાથે એન્ટી બાયોક્ટિક્સનું સેવન કરવાથી લીવરને ખૂબ નુકસાન થાય છે.
– અશ્વગંધાનું સેવન કરવાથી લીવર ડેમેજ થવાનો ખતરો ખૂબ ઓછો થઇ જાય છે.
– તેમજ કાર્યપ્રણાલી સારી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન