Hema Malini shares glimpses of 'Bhagwat Katha' organised at her home
  • Home
  • Featured
  • Photos: ડ્રીમ ગર્લના ઘરે ભાગવત ગીતાનું આયોજન, તસવીરો શેર કરી ભાવવિભોર કર્યા

Photos: ડ્રીમ ગર્લના ઘરે ભાગવત ગીતાનું આયોજન, તસવીરો શેર કરી ભાવવિભોર કર્યા

 | 7:37 am IST

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડ્રીમ ગર્લ તરીકે જાણીતી ખુબસુરત અભિનેત્રી હેમા માલિની સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. હાલમાં જ હેમા માલિનીએ મથુરા સ્થિત પોતાના ઘરે ભાગવત ગીતાનું આયોજન કર્યુ હતુ આ દરમિયાન કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

હેમાના ઘરે ભાગવત ગીતાના પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં હેમા ટ્રેડિશનલ કપડા પહેરીને આકર્ષક લાગી રહી હતી. હેમા તસવીરોના કેપ્શનમાં લખ્યુ કે ઘરમાં એક અઠવાડીયા સુધી ચાલેલી પૂજાની ખાસ તસવીરો. જેમાં ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા છે. આ પહેલા હેમા મંદિરમાં સંક્લપ કરતી હોય તેવી તસવીરો શેર કરી છે.

તસવીરો સાથે હેમાએ કેપ્શનમાં લખ્યુ કે રાધા રમણ ટેમ્પલમાં આચાર્ય શ્રીવત્સ ગોસ્વામી મહારાજ સાથે સંકલ્પ કરતી વખતે. હેમાએ તમામ પ્રશંસકોને મકર સંક્રાત્તિની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી.

હેમાએ કહ્યું કે ભગવાનને વ્યસ્ત જીવનમાંથી ક્યારેય થેંક્યિ કહેવાનો અવસર આવે તે જવા ન દેવો જોઈએ જેમણે આપણને આટલું બધુ આપ્યુ. હેમાએ પરિવારના સભ્યો સાથે ખાસ મિત્રોને આમંત્રિત કર્યા હતા.

હેમા માલિની હાલમાંજ ફિલ્મ શિમલા મિર્ચીમાં નજર આવી હતી. ફિલ્મમાં હેમા રાજકુમાર રાવ સાથે રોમાન્સ કરતી નજર આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન