• Home
  • Entertainment
  • Bollywood
  • મારા પતિ ધર્મેન્દ્ર બચ્ચુ કડુને મારવાના હતા: હેમા માલિની

મારા પતિ ધર્મેન્દ્ર બચ્ચુ કડુને મારવાના હતા: હેમા માલિની

 | 9:49 am IST

અભિનેત્રી અને સાંસદ એવા હેમા માલિની રોજ ચિક્કાર દારૃ ઢીંચે છે, પરંતુ હજી તેમણે આત્મહત્યા કરી નથી, એવું વિવાદાસ્પદ નિવેદન કરનાર સંસદ સભ્ય બચ્ચુ કડુ મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે. અભિનેત્રી-સાંસદ હેમા માલિની સંસદ સભ્ય વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાનું વિચારી રહી છે. બચ્ચુ કડુનાં આ નિવેદન બાદ હેમા માલિનીનાં પતિ અને પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર ખૂબ જ રોષે ભરાયા હતા અને તેમને મારવા ઊભા થયા હતા, એમ હેમા માલિનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

હેમા માલિનીએ જણાવ્યું હતું કે, બચ્ચુ કડુનાં નિવેદનો પર મેં આંખ આડા કાન કર્યા હતા. જો કે, તેમને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કર્યો છે. અને મારા નામનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમને પાઠ ભણાવવાનો આ ખરો સમય હોવાની વાત ધર્મેન્દ્રે કરી હતી. ધર્મેન્દ્ર ખૂબ જ રોષે ભરાયા હતા અને સાંસદને તેમનાં ઘરે જઈને બે લાફા મારવાના હતા. આ મામલામાં શત્રુઘ્ન સિંહાએ પણ કડુનાં નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો હતો તેમજ મારા દીકરી-જમાઈને પણ આ નિવેદનથી ખૂબ જ દુઃખ થયું છે. મેં મારા વકીલ સાથે આ નિવેદન તેમજ ઘટના બાબતે ચર્ચા કરી છે અને કડુ વિરુદ્ધ માનહાનિનો દાવો માંડવા અમે કોર્ટમાં કેસ દાખલ કરવાના છીએ એમ અભિનેત્રીએ જણાવ્યું હતું.

આ અગાઉ હેમા માલિની પર વિવાદાસ્પદ નિવેદન બાદ પોતાની મુશ્કેલીમાં વધારો થવાનો છે એ જાણીને કડુએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. હેમા માલિની ફિલ્મોમાં દારૃ પીએ છે, તેથી મેં આવું નિવેદન આપ્યું હોવાનું સ્પષ્ટીકરણ કડુએ આપ્યું હતું. હું હેમા માલિનીની ફિલ્મો વધુ જોઉં છું. આ ફિલ્મોમાં મેં તેમને સૌથી વધુ દારૃ પીતાં જોયાં છે અને તેથી જ મેં હેમા માલિની મદિરાપાન કરે છે એમ નિવેદન આપ્યું હતું એ