Here are the Concept of red notice Film
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • રોક, વન્ડર વુમન અને ક્લિયોપેટ્રાનાં સોનાનાં ઇંડાં!

રોક, વન્ડર વુમન અને ક્લિયોપેટ્રાનાં સોનાનાં ઇંડાં!

 | 4:52 am IST
  • Share

રેડ નોટિસ. રેડ નોટિસ એટલે દુનિયાની તમામ પોલીસ સંસ્થા કે કાયદાકીય વ્યવસ્થાપનોને જારી કરેલો હુકમ જેમાં જે તે વ્યક્તિ જ્યાંથી પણ જેવી પણ હાલતમાં મળે તેની ધરપકડ કરી લેવાની થાય. રેડ નોટિસ ફિલ્મનો આવો ડિક્શનરી અર્થ ફિલ્મ શરૂ થાય તેની પહેલાં જ દર્શકોને સ્પૂન ફીડિંગ કરાવતા હોય એ રીતે બતાવવામાં આવે છે. કમનસીબોમાં શિરમોર એવો રોમન સમ્રાટ જુલિયસ સીઝર અને ક્લિયોપેટ્રાની વાર્તા જાણીતી છે. ફ્લ્મિની શરૂઆત ઇતિહાસના એક નાનકડા પાનાથી થાય છે. જે દંતકથા હોવાની શક્યતા વધુ છે. ગંભીર વાતથી શરૂ થતી વાર્તા આગળ જઈને એક્શન કોમેડી અને પછી બાળવાર્તા બની જાય છે. પણ રેડ નોટિસ ફ્લ્મિ બનાવવામાં આવી છે ફેસ વેલ્યૂ ઉપર. ડ્વાઈન જહોન્સન, ગેલ ગેદો અને રાઈન રેનોલ્ડ્ઝ.  

ક્લિયોપેટ્રા પાસે અપાર ધન હતું

જુલિયસ સીઝરનો મિત્ર અને દૂરનો સગો હતોમાર્ક એન્તોની. જુલિયસ સીઝરનો અંજામ એટલો ગમખ્વાર હતો કે હજારો વર્ષો પછી પણ તેની દયા ખાવામાં આવે છે. જુલિયસ સીઝર દરબારમાં બેઠો હતો. એક પછી એક દરબારીએ તેને તલવારચાકુના ઘા મારીને મારી નાખ્યો. સીઝરનો નજીકનો મિત્ર બ્રુટસ પણ એ હત્યાકાંડમાં શામેલ હતો. સીઝરને મારી નાખવામાં આવ્યો પછી સીઝરને ખરા દિલથી ચાહતા ત્રણ માણસોએ લશ્કરની રચના કરી. બેટલ ઓફ્ ફ્લિીપીનું યુદ્ધ થયું જેમાં સીઝરના વિરોધી લોકો માર્યા ગયા. પોતાના વહાલા સીઝરના મોતનો બદલો લેવામાં માર્ક એન્તોની મોખરે હતો. ક્લિયોપેટ્રા પાસે અપાર ધન હતું. તેના સૌંદર્યથી સૌ કોઈ અંજાયેલા હતા. ખૂબસૂરત સમ્રાજ્ઞીને કીમતી ભેટસોગાદો મળતી. સીઝરના મિત્ર એન્ટોનીએ ક્લિયોપેટ્રાને ત્રણ સોનાનાં ઇંડાં આપ્યાં હતાં. તે બેશકીમતી હતાં. એ ત્રણ ઇંડાં લગ્નની ભેટ સ્વરૂપે આપવામાં આવેલાં. સોનાનાં ઇંડાં ઉપરનું નકશીકામ અભૂતપૂર્વ હતું. આ ત્રણેય સોનાનાં ઇંડાંનો અમુક ઇતિહાસકારો ઉલ્લેખ કરે છે. પણ હકીકતમાં એ ત્રણેય સોનાનાં ઇંડાં ક્યારેય હાથમાં આવ્યાં નથી.  

એક ઇંડું મ્યુઝિયમમાં છે, બીજું ઇંડું એક ગેંગસ્ટરના કબજામાં છે. ત્રીજું ઇંડું ક્યાં છે એ કોઈને નથી ખબર

રેડ નોટિસ ફ્લ્મિમાં એવું થાય છે કે ઈ..1907માં એક ખેડૂતને બે ઇંડાં મળે છે. એક ઇંડું મ્યુઝિયમમાં છે, બીજું ઇંડું એક ગેંગસ્ટરના કબજામાં છે. ત્રીજું ઇંડું ક્યાં છે એ કોઈને નથી ખબર. એક વ્યક્તિને ખબર છે એનું નામ નોલાન. એન પર નંબરવન ચોર બનવાનું ભૂત સવાર છે. નોલાનને ત્રીજા ઇંડાનું ઠેકાણું ખબર છે, એ એકધ બીશપસિવાય કોઈને ખબર નથી. ધ બીશપ કોણ? કોઈ પાદરી? કોઈ ગ્રૂપ? કોઈ સ્ત્રી? કોઈ પુરુષ? ખબર નહીં. બસ, ચોરોની દુનિયામાં તે બીશપના નામથી મશહૂર છે. આ બંને ચોરને મ્યુઝિયમના ડિસ્પ્લેમાં મૂકેલું ઇંડું ચોરવાની જવાબદારી આવે છે ઓફ્સિર જ્હોનની એટલે કે રોક ઉર્ફે ડ્વાઇન જ્હોન્સન. બીશપ એટલે દેખીતી રીતે માર્વેલની વન્ડર વુમનગેલ ગેદો છે. પડદા ઉપર તે જેટલી વાર હોય એટલી વાર બીજે ક્યાંય નજર ન જાય. તે એટલી બધી સૌંદર્યવાન નથી તો પણ તેના વ્યક્તિત્વની આભા ગજબનાક છે. રોક તો છે જ પડછંદ. પણ તેની ઉપર ભારી પડે એવા બીજા બે દોસ્તો જોઈએ. માટે નોલાન બનતો રાઈન રોનાલ્ડ્સ અને ગેલ ગેદો. એ ત્રણેય અંદરોઅંદર બાખડયા રાખે છે. ત્રણેય ઇંડાના માલિક બનવા માટે. પણ ત્રણેયને ઇંડાં જોઈએ છે કેમ?  

એક ઉમરાવની દીકરીનાં લગ્નમાં તેને ભેટ આપવા માટે આ ત્રણેય ઇંડાંની જરૂર છે

અરબસ્તાનમાં એક ઉમરાવની દીકરીનાં લગ્નમાં તેને ભેટ આપવા માટે આ ત્રણેય ઇંડાંની જરૂર છે. જે પણ આ ત્રણેય ઇંડાં લઇ આવે તેને શેખ ઉમરાવ પુષ્કળ પૈસો આપે એમ છે. ત્રણ ઇંડાં માટે આ ત્રણેય સાથે મળીને કામ કરે છે કે એકબીજાની વિરુદ્ધમાં તે સવાલ ફિલ્મની વાર્તાને આગળ વધારે છે. એનો અર્થ એ કે કન્સેપ્ટ બહુ સારો. વાર્તાનો પાયો ઇતિહાસ સંબંધિત છે એટલે કહાનીમાં વજન પડે અને રસ વધુ જાગે. પણ આ જ વાર્તા જેમ્સ બોન્ડની ફ્લ્મિોના જેવી ટ્રીટમેન્ટ પામી હોત તો મજા આવત. એક્શન ફ્લ્મિમાં કોમેડીનું તત્ત્વ ઉમેરવાની જરૂર કેમ પડે? જ્યારે વાર્તાનો બેઝ પ્રાચીન યુગના ઇતિહાસમાં હોય ત્યારે સ્ક્રીનપ્લેમાં થોડી ગંભીરતા આવશ્યક છે. હ્યુમરની ના નથી પણ પરાણે કોમેડી ઘુસાડવાની પણ જરૂર નથી.  

આ વર્ષની મોટી ફ્લ્મિ છે અને ફેસ વેલ્યૂ ધરાવતા મોટા સ્ટાર છે. નેટફ્લિક્સે આ ફ્લ્મિ ઇન્ડિયામાં એપ્લિકેશન પર જ આપી દીધી. પણ યુરોપ અને અમેરિકામાં થિયેટરોમાં રિલીઝ કરી છે. ચેઝના સિક્વન્સ અને ફઈટિંગની કોરિયોગ્રાફી ઘણાને ગમે એવી છે. છ ફૂટિયા કદાવર રોક ઉપર નોલાન અને હિરોઈન કઈ રીતે ભારે પડે છે તે જોવાની મજા છે.  

ફાસ્ટ-ફ્યુરિયસ સીરિઝમાં વિન ડીઝલ અને ડ્વાઈન જહોન્સનનો મહત્તમ ઉપયોગ થયો છે

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સીરિઝ એકદમ કોમર્શિયલ સીરિઝ છે. મગજ બંધ કરીને માણી શકાય એવું એન્ટરટેઈનમેન્ટ. પણ ફાસ્ટફ્યુરિયસ સીરિઝમાં વિન ડીઝલ અને ડ્વાઈન જહોન્સનનો મહત્તમ ઉપયોગ થયો છે. તે બંનેના બોડીનો અને બંનેની પુઅર એક્ટિંગને કઈ રીતે તાલી પડે એવા સીન બનાવવામાં વાપરવા એ વાર્તાકાર અને ડિરેક્ટરને ખબર હોય છે. બીજી પણ ઘણી આ પ્રકારની ફ્લ્મિો છે જેમાં વાર્તા, એક્શન, કોમેડી, ફાઈટ સિક્વન્સ અને સ્ટાર પાવરનું ચોક્કસ પ્રમાણ જ વાપરવામાં આવ્યું.  પણ રેડ નોટિસમાં તેના મેકર્સે થાપ ખાધી. ન ડાયલોગ સારા લખાયા કે ન સારી સ્ક્રીપ્ટ. ફિલ્મમાં છેલ્લે ટ્વીસ્ટ આપવા ગયા તો તે ટ્વીસ્ટ અબ્બાસ મસ્તાનની ફ્લ્મિો જેવો કે દર્શકોને કંઈ આંચકો લાગે જ નહીં. ઘણાએ તો પહેલેથી કળી રાખ્યું હોય કે આવું થવાનું સંભવ છે. ક્લિયોઓપેટ્રાની માલિકીના ઇંડાની વાર્તાનું વર્તુળ સંતોષકારક રીતે થવું જોઈએ તે ન થયું. ક્લિયોપેટ્રા ઇતિહાસનું બહુ જ સશક્ત પાત્ર છે. મોનાલીસા કરતાં પણ સુંદરતાના પ્રતીક તરીકે ક્લિયોપેટ્રાને ગણવામાં આવે છે.  

છતાં પણ હોલીડે એન્ટરટેઈનર તરીકે આ એક્શન કોમેડી ડ્રામા ઓલમોસ્ટ એક ફેમિલિ ફિલ્મ છે. જોઈ લઈએ અને ભુલાઈ જાય એ કેટેગરીની ફિલ્મ.          

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો