Here Are The Details Of Property That Sridevi Left Behind
  • Home
  • Entertainment
  • Bollywood
  • સિનેમામાં સૌથી વધારે ફી લેતી સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીએ બાળકો માટે આટલી પ્રોપર્ટી છોડી!

સિનેમામાં સૌથી વધારે ફી લેતી સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીએ બાળકો માટે આટલી પ્રોપર્ટી છોડી!

 | 2:19 pm IST

શ્રીદેવી એટલે એક એવું નામ કે જેણે લોકોના મનમાં હીરો કરતાં પણ વધારે સારી છાપ છોડી. એ સિવાય બીજા ઘણા લેબલ તેના પર શૂટ પણ થાય છે. હિન્દી ફિલ્મ જગતની સૌથી પહેલી ફિમેલ સુપરસ્ટાર. પહેલી સુપરસ્ટાર અને બીજું પણ ઘણું બધું. 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીના અચાનક નિધનથી આખું ફિલ્મ જગત હિબકે ચઢ્યું હતું.  દીકરી જ્હાનવી કપૂરે પણ શ્રીદેવીને યાદ કરી હતી.

View this post on Instagram

Miss you everyday

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

આજે શ્રીદેવીની બીજી પુણયતિથિ છે. શ્રીદેવી બોલિવૂડની પહેલા ફીમેલ સુપરસ્ટાર હતા . શ્રીદેવી એ જમાનામાં સૌથી વધારે ફી લેતી હતી. તેમની પાસે ખૂબ જ સંપત્તિ અને ત્રણ ઘર પણ હતા. શ્રીદેવીની પૂરી સંપત્તિ 247 કરોડ રૂપિયાની બતાવામાં આવી રહી છે. શ્રીદેવીના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તેમના પિતા તેમને હંમેશા ખૂલીને જિંદગી જીવવાની સલાહ આપતા હતા. 300 ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શ્રીદેવી એ પોતાની કમાણીથી ત્રણ ઘર પણ ખરીદ્યા હતા, જેની માર્કેટ વેલ્યુ આજે 62 કરોડથી પણ વધારે છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીદેવી બોલિવૂડની પેહલી સુપરસ્ટાર હિરોઈન હતી જે ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા વસુલતી હતી. 1985થી 1992 સુધી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે ફી લેતી અભિનેત્રી રહી. 15 વર્ષના ગેપ પછી જયારે તેણે ફિલ્મ ‘ઇંગલિશ વિંગ્લિશ’થી કમ બેક કર્યું ત્યારે તે 3.5 થી 5 કરોડ ફી લેતી હતી. એ સમયે શ્રીદેવીએ પોતાના માટે પર્સનલ વેનેટી વેન બનાવી હતી.

આ વીડિયો પણ જુઓ: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને જોવા આવેલ લોકો કહ્યું કે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન