Here are the Key Factors of Sensex Surges
  • Home
  • Business
  • શેરબજારમાં રોકાણકારોની ભારે લેવાલીએ ફરી એકવાર તેજીનું વલણ

શેરબજારમાં રોકાણકારોની ભારે લેવાલીએ ફરી એકવાર તેજીનું વલણ

 | 12:15 pm IST

F&O ફંડા : જતિન સંઘવી

ટ્રેન્ડ બદલાયો, ઘટાડે ખરીદી કરો  

દિવાળીને હવે થોડાં જ દિવસો બાકી છે ત્યારે માર્કેટમાં ફરી એકવાર મજબૂતાઈ જોવા મળી રહી છે. ગત સપ્તાહે બજારનું વલણ તેજી તરફી થયું છે અને તેજીનું પ્રભુત્વ વધ્યું છે, જેના પરિણામે નિફ્ટી સતત આગેકૂચ કરી રહી છે. ગત સપ્તાહે સૂચવ્યાં મૂજબ જો નિફ્ટી ૧૦૦ ડીએમએની ઉપર બંધ આવે તો તે ૧૧,૬૯૨ના અગાઉના વચગાળાના સ્તર તરફ કૂચ કરશે. હવે નિફ્ટી ૧૧,૭૭૧-૧૧,૭૯૭ વચ્ચે વીકલી બેરિશ ગેપ સ્વરૂપે મજબૂત રેઝિસ્ટન્સ ઉપર નજર રાખી રહી છે. આ રેઝિસ્ટન્સ સ્તરની ઉપર નિફ્ટી બંધ આવે તો નિફ્ટી ફરી એકવાર પાછલા વિક્રમજનક સ્તરો તરફ આગળ વધશે. આથી દરેક ઘટાડે ખરીદીની તકને ધ્યાનમાં લઇ શકાય.

જાપાનીઝ કેન્ડલસ્ટિક વિશ્લેષણ  

દૈનિક ચાર્ટ્સ  ઉપર સેન્સેક્સ અને  નિફ્ટીએ રિયલ વ્હાઇટ બોડી કેન્ડલનું નિર્માણ કર્યું છે, જે તેજીનો સંકેત આપે છે. સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર સૂચકાંકોએ બિગ વ્હાઇટ બોડી કેન્ડલનું નિર્માણ કર્યું છે, જેણે મંદીની સંભાવનાને નકારી દીધી છે. આમ દૈનિક અને સાપ્તાહિક કેન્ડલસ્ટિક અભ્યાસ નજીકના સમયમાં તેજી તરફી વલણની શક્યતા વ્યક્ત કરે છે.

બેરિશ ગેપ ૧૧,૭૭૧-૧૧,૭૯૭ ટેસ્ટ થઈ શકે  

ગત સપ્તાહ સુધી સૂચકાંકો ૫૦ ડીએમએના સપોર્ટ અને ૧૦૦ ડીએમએના રેઝિસ્ટન્સ વચ્ચે જળવાયેલા હતાં. આખરે સૂચકાંકો ૧૦૦ ડીએમએના રેઝિસ્ટન્સને પાર કરવામાં સફળ રહ્યાં અને નિફ્ટી ૧૧,૭૭૧-૧૧,૭૯૭ વચ્ચેના વીકલી બેરિશ ગેપ સ્વરૂપે મજબૂત રેઝિસ્ટન્સને ટેસ્ટ કરે તેવી સંભાવના છે. ઉપરોક્ત વીકલી બેરિશ ગેપ ઉપર નિફ્ટી બંધ આવે તો ફરીથી વિક્રમજનક સપાટી તરફ આગળ વધશે.

વીકલી કોન્ફ્લ્યુઅન્સ સપોર્ટ ઝોન  

જો ૫૦ ડીએમએનો સપોર્ટ તૂટશે તો માર્કેટમાં પીછેહઠ થઇ શકે છે અને તે મજબૂત વીકલી ટ્રેન્ડલાઇન સપોર્ટ અને ૧૦૦ વિક્સએમએના કોન્ફલ્યુઅન્સ ઝોન દ્વારા બનેલા લાંબા ગાળાના મજબૂત સપોર્ટ ઝોનને ટેસ્ટ કરશે. આ સપોર્ટ ઝોનને સતત સાત સપ્તાહ સુધી સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટીને સપોર્ટ આપ્યો છે.

બજારમાં મજબૂતાઈ  

ગત સપ્તાહે બંને સૂચકાંકો ૨૦ ડીએમએ (સેન્સેક્સ -૩૮,૩૪૨ અને  નિફ્ટી – ૧૧,૩૭૩)ની ટૂંકા ગાળાની સરેરાશ, ૫૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૭,૫૭૫, નિફ્ટી -૧૧,૧૨૪)ની મધ્યમગાળાની સરેરાશ તથા ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ -૩૭,૭૬૮ અને  નિફ્ટી – ૧૧,૨૮૭)ની લાંબા ગાળાની સરેરાશ ઉપર બંધ આવ્યાં હતાં. આમ ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું વલણ તેજીમય જોવાઇ રહ્યું છે.

 તેજીનો સંકેત આપતાં ઓસિલેટર્સ  

એમએસીડી અને પ્રાઇઝ આરઓસી બંને પોઝિટિવ છે અને બાય મોડમાં છે. આરએસઆઇ (૬૩) તેજી તરફી વલણની સંભાવના દર્શાવે છે. સ્ટોકેસ્ટિક ઓસિલેટર %K (૮૮) એ %D ની ઉપર છે અને તેથી બાય મોડમાં છે. એડીએક્સ (૧૮) કોન્સોલિડેશન સૂચવે છે. દિશાસૂચક સૂચકાંકો બાય મોડમાં છે કારણકે +DI એ -DI ની ઉપર છે. એમએફઆઇ (૫૫) પોઝિટિવ મની  ફ્લો સૂચવે છે. બોલિંજર બેન્ડમાં બાય સિગ્નલ નકારાઇ ગયું છે. આમ ઓસિલેટર્સ તેજીના વલણની શક્યતા વ્યક્ત કરે છે.

આ વીડિયો પણ જુઓઃ

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોનું મતદાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન