Here is 22nd November 2019 Today horoscope Sun in Sagittarius is lucky this zodiac, including Taurus
  • Home
  • Featured
  • સૂર્ય ધન રાશિમાં કરશે સાયન, આ 5 રાશિ માટે આજનો દિવસ વિશેષ ફળદાયી

સૂર્ય ધન રાશિમાં કરશે સાયન, આ 5 રાશિ માટે આજનો દિવસ વિશેષ ફળદાયી

 | 7:00 am IST

મેષ રાશિ નસીબના આધારે આર્થિક ડગ ન ભરવા સલાહ છે. ગૃહવિવાદ ટાળજો. કાર્યબોજ જણાય. વૃષભ રાશિ સાંસારિક કામકાજ અને નાણાકીય બાબતોને હાથ ધરી શકશો. માનસિક સ્વસ્થતા ટકે. મિથુન રાશિ તર્ક-વિતર્ક, શંકા-કુશંકા છોડવાથી શાંતિ-રાહત જણાય. પ્રવૃત્તિમય સંજોગ અને નાણાભીડ વર્તાય. કર્ક રાશિ સમયના સંકેતોને પારખી આગળ વધવાથી સફળતા જણાશે. કૌટુંબિક બાબત હલ થઈ શકે. પ્રવાસની તક મળે.

સિંહ રાશિ મનનાં ઓરતાં અધૂરાં ન રહી જાય તે માટે સચેત રહી કાર્યનું આયોજન કરવું પડે. સ્વજનથી મનભેદ. કન્યા રાશિ અગત્યની કામગીરીઓનો બોજ વધતો જણાય. ખર્ચ-ખરીદી વધવા ન દેશો. ગૃહક્લેશ અટકાવજો. તુલા રાશિ આપની આર્થિક બાબતો અંગે સમય મુશ્કેલ હશે તો હવે કોઇ ઉકેલની તક સર્જાય. ગૃહજીવનના પ્રશ્નો અંગે ચિંતા હલ થાય. વૃશ્વિક રાશિ આપની મનોવ્યથા અને તણાવમાંથી બહાર નીકળવા પ્રવૃત્તિશીલ બનજો અને ઇશ્વર પર શ્રદ્ધા વધારજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન