Here is 23rd February 2020 today Horoscope rashifal prediction video
  • Home
  • Featured
  • મહા વદ અમાસ અને રવિવાર, વૃશ્વિક રાશિ માટે આજનો દિવસ વિશેષ લાભદાયી

મહા વદ અમાસ અને રવિવાર, વૃશ્વિક રાશિ માટે આજનો દિવસ વિશેષ લાભદાયી

 | 7:00 am IST

પંચક. દર્શ અમાસ. દ્વાપર યુગાદિ. * શુક્ર-ગુરુનો કેન્દ્રયોગ. * ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ. * કૃષિ જ્યોતિષ : ગુજરાત-મહારાષ્ટ્રમાં માઘ માસનો અંતિમ દિવસ છે. આવતી કાલથી ફાગણ માસ શરૃ થશે. મહા મેલો (વાદળાંવાળો) અને ચૈત્ર ચોખ્ખો (વાદળાં વિનાનો) હોય તેને પ્રાચીન ઋતુવિજ્ઞાાન સારા સંકેત ગણે છે. સૂર્યની ભક્તિ તથા સૌરઊર્જા અંગે આયોજનની સલાહ છે. હુતાસણી તથા વસંત ઋતુ અંગેના સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. લસણમાં સુધારા તરફી હવામાન. રૃ-કપાસ- તેલીબિયાંમાં વિશેષ કાળજી રાખવાની સલાહ છે.

 

મેષ

લાગણીઓના ઉતાર-ચઢાવ પર કાન રાખીને સ્વાસ્થ્ય જાળવી શકશો. આર્થિક સમસ્યાનો હલ મળે. સ્વજનથી સંવાદિતા.

વૃષભ 

આપની ધારણા બહારના સંજોગોના કારણે કાર્ય સફળતા ને લાભ વિલંબમાં પડતો લાગે. સામાજિક પ્રવૃત્તિ વધે. પ્રવાસ.

મિથુન 

અન્યલોકો પર રાખેલી આશા-અપેક્ષા ભલે વ્યર્થ લાગે, પરંતુ જાત પરની અપેક્ષા જરૃર પૂર્ણ થતી જણાય.

કર્ક 

આપની વિધેયાત્મક પ્રવૃત્તિ અને અભિગમ જરૃર ફળદાયી બને. મિત્રો ઉપયોગી બને. આર્િથક પ્રશ્ન હલ કરી શકશો.

સિંહ 

નાણાકીય બાબતોને વધુ વ્યવસ્થિત અને સમતોલ રાખીને કટોકટીથી બચી શકશો. સ્નેહી-મિત્રનો પ્રેમ મેળવવા કંઈક જતું કરવું પડે. પ્રવાસ ફળે.

કન્યા 

આપના પ્રશ્નો-મૂંઝવણોના ઉકેલ માટે કોઈના સાથ-સહકારની જરૃર પડે. નાણાભીડ વધતી લાગે. તબિયત સચવાય.

તુલા 

આપના મનની મૂંઝવણનો ઉકેલ મળતો જણાય. સ્નેહીનો સહકાર. નાણાભીડ દૂર થાય.

વૃશ્વિક 

આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય. કૌટુંબિક સંવાદિતા સર્જી લેજો.

ધન 

આપની ધારેલી યોજનાઓ આગળ વધારવા સમાધાનકારી વલણ જરૃરી માનજો. નાણાભીડ. અવરોધ.

મકર 

સાનુકૂળતા અને પ્રસન્નતા અનુભવાય. ચિંતા-અશાંતિ દૂર થાય. મિલન-મુલાકાત.

કુંભ 

સામાજિક કાર્ય સફળ બને. નોકરી-ધંધામાં વિલંબ વધતો લાગે. નાણાભીડ રહે.

મીન 

પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. ગૃહજીવનમાં સમાધાન કારગત નીવડે. વિઘ્ન દૂર થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન