Here is daily horoscope 29th September 2020 know 12 zodiac sign
  • Home
  • Featured
  • શનિ થશે માર્ગી અને ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ, જાણો 12 રાશિના જાતકો પર શું થશે અસર

શનિ થશે માર્ગી અને ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ, જાણો 12 રાશિના જાતકો પર શું થશે અસર

 | 6:30 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

આપના પ્રયત્નો વધારીને સફળતાની કેડી કંડારી શકશો. પ્રેમપુષ્પ મૂરઝાઈ ન જાય તે જોજો. નાણાભીડનો અનુભવ.

વૃષભ

આપના સામાજિક, ગૃહજીવનનાં કામકાજોને સફળ બનાવી શકશો. આર્િથક વ્યવહારોમાં સાવધ રહેજો. પ્રવાસમાં વિલંબ જણાય.

મિથુન

ધાર્યાં કામકાજો આડે કોઈ અવરોધ હશે તો તેમાંથી માર્ગ મળી જાય. ખર્ચ-વ્યયનો પ્રસંગ જણાય. મુલાકાતો ફળે.

કર્ક

આપની મૂંઝવણો અને કોઈ મુશ્કેલી હશે તો દૂર કરવાનો ઉપાય મળે. માનસિક તાણ હળવું બને.

સિંહ

આપની માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. આત્મવિશ્વાસ ફળદાયી નીવડે.

કન્યા

ઉતાવળા સાહસ ન કરવા. લાભની આશા દૂર ઠેલાતી લાગે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.

તુલા

આપની અગત્યની નોકરી-વ્યવસાયની સમસ્યાનો ઉકેલ મળવાની તક સર્જાય. પ્રવાસ મજાનો જણાય.

વૃશ્વિક

આપના પ્રયત્નો ફળદાયી જણાય. વિવાદથી દૂર રહેજો. તબિયત સુધરતી જણાય.

ધન

આપના અંતઃકરણમાં વ્યથા-ચિંતા હશે તો દૂર થાય. આર્િથક-કૌટુંબિક પ્રશ્નોે પર ધ્યાન આપજો.

મકર

આપની કામગીરીઓ અંગે વ્યસ્તતા વધે. લાભ અલ્પ જણાય. સ્નેહીથી મિલન-મુલાકાત.

કુંભ

ધીરજનાં ફળ મીઠાં સમજવા. પ્રેમ ના મામલે ચિંતા જણાય. નાણાભીડનો ઉકેલ જણાય.

મીન

પ્રતિકૂળ પરિસ્થિતિ હશે તો હવે સાનુકૂળતા સર્જાય. ગૃહવિવાદ દૂર થાય. આવક વધારવાના પ્રયત્નો ફળતા લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન