Here is daily horoscope 30 september 2020 know 12 zodiac sign
  • Home
  • Videos
  • Featured Videos
  • આજે મંગળ-શનિનો કેન્દ્રયોગ બનશે, જાણો 12 રાશિના જાતકો પર શું અસર થશે

આજે મંગળ-શનિનો કેન્દ્રયોગ બનશે, જાણો 12 રાશિના જાતકો પર શું અસર થશે

 | 6:25 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

આપના નોકરી-ધંધા યા કુટુંબીના કોઈ કાર્ય અંગે અગત્યની તક-મદદ મેળવી શકશો. પ્રવાસ સફળ નીવડે.

વૃષભ

આપની મનોકામનાને પૂર્ણ કરવા માટે આધ્યાત્મિક ઉપાય કારગત જણાય. આરોગ્ય ચિંતા દૂર થાય.

મિથુન

કાર્યભાર વધે. વ્યસ્તતા વધે તેથી થાક-પરિશ્રામનો અનુભવ. નાણાકીય પ્રશ્નનો હલ મળે. સ્નેહીથી મિલન.

કર્ક

આપના અધૂરાં કાર્યને પૂર્ણ કરવાના પ્રયત્નો સફળ નીવડે. ગૃહવિવાદ ટાળજો. પ્રવાસમાં પ્રસન્નતા.

સિંહ

તમારા અગત્યના પ્રશ્નોેનો ઉપાય-ઉકેલ મળતો લાગે. પ્રેમ-પ્રસંગ અંગે યા ગૃહજીવનના કામ બાબત અવરોધ જણાય.

કન્યા

લાભદાયી તક ઊભી થતી લાગે. આપના મનની મુરાદ બર આવતી જણાય. ખરીદી વધે નહીં તે જોજો.

તુલા

આપની મૂંઝવણમાંથી બહાર આવવાની તક સર્જાય. આરોગ્ય જાળવવું. ખર્ચ વધે.

વૃશ્વિક

મનની મુરાદ મનમાં રહેતી જણાય. અવરોધનો પ્રસંગ. નાણાભીડ જણાય.

ધન

નોકરી-ધંધા માટે સાનુકૂળ તક સર્જાય. તબિયત જળવાય. ચિંતા દૂર થાય.

મકર

રાહત અને પ્રસન્નતાનો અનુભવ થાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન.

કુંભ

ધીમેધીમે સંજોગ સુધરતા જણાય. સફળતાની તક મળે. આવકવૃદ્ધિના સંકેત.

મીન

આપની અગત્યની કામગીરી અંગે સંજોગ સુધરતા જણાય. કૌટુંબિક સંવાદિતા. સ્વજનનો સહકાર.

આજથી સૂર્યના હસ્ત નક્ષત્ર (હાથિયા)નો ઉત્તરાર્ધ શરૂ થાય છે. મંગળ-શનિનો કેન્દ્રયોગ. શરદ સંપાતથી શરદ ઋતુનો ઉત્તરાર્ધ શરૂ થાય છે. તેથી હવે ધીમેધીમે ભેજની માત્રા ઘટતી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન