ચંદ્ર-રાહુની યુતિ અને શુક્રવાર, જાણો 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ
આજકાલ લોકો રાશિફળ જોઇને પોતાના દિવસની શરૂઆત કરે છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલના આધારે પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
મેષ
અવરોધ કે મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળી શકશો. પ્રિયજનથી સંવાદિતા. ખર્ચ અટકાવજો.
વૃષભ
તણાવમુક્ત અને વ્યગ્ર હશો તો હવે રાહતનો શ્વાસ લઈ શકશો. સુધરતા સંજોગો જણાય. પ્રવાસ અનુકૂળ.
મિથુન
કુદરતી મહેરનો આધાર લઈ નકારાત્મક વિવાદોને શમાવી શકશો. આશા ફ્ળતી લાગે.
કર્ક
આપની અંગત ચિંતાઓનાં વાદળ વિખેરાતાં લાગે. પ્રતિકૂળતા દૂર થાય. આર્િથક પ્રશ્નનો ઉકેલ આવતો જણાય.
સિંહ
મનોવ્યથાનો અનુભવ વધુ સહેવો પડે. મિત્રની મદદ ઉપયોગી બને. નાણાભીડ જણાય.
કન્યા
ધ્યાન અને એકાગ્રતા દ્વારા લક્ષ પ્રાપ્તિ સરળ બનશે. ચિંતા હળવી બને. ખર્ચનો પ્રસંગ.
તુલા
લાભ અને વિજયની તક દૂર ઠેલાતી લાગે તેથી પ્રયત્નો વધરાવા પડે. નાણાભીડ-વિવાદ ટાળજો.
વૃશ્વિક
આપની સાવધાની અને જાગ્રતિ મુશ્કેલીમાંથી બચાવી શકશે. નિરાશા દૂર થાય. સ્વજનથી મનમેળ સાધી શકશો.
ધન
રુકાવટોને પાર કરી લક્ષ તરફ્ આગળ વધી શકશો. આત્મવિશ્વાસથી કામ લેવું. ખર્ચ અટકાવવો.
મકર
આપના પ્રયત્નો અને આયોજનનું ફ્ળ ચાખવા મળે. કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા. નાણાભીડ.
કુંભ
પરિસ્થિતિ પ્રતિકૂળ અને વિષમ હશે તો પણ તમે માર્ગ મેળવી સફ્ળતા તરફ્ આગળ વધી શકશો. સ્વજન-મિત્રથી મિલન. પ્રવાસ.
મીન
સામાજિક ક્ષેત્રે સાનુકૂળતા વધતી જણાય. નોકરી-ધંધાના કામો ઉકેલી શકશો. અજંપો દૂર થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન