here is today horoscope 14th September 2020 know zodiac sign prediction
  • Home
  • Featured
  • ભાદરવા વદ બારસ અને ચંદ્ર-શુક્રની યુતિ, જાણો 12 રાશિના જાતકોનો આજનો કેવો રહેશે દિવસ

ભાદરવા વદ બારસ અને ચંદ્ર-શુક્રની યુતિ, જાણો 12 રાશિના જાતકોનો આજનો કેવો રહેશે દિવસ

 | 6:30 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

પુરુષાર્થ કરતાં નસીબની કિંમત સમજાતી જણાય. અણધારી સફળતા સુખદ્ બને.

વૃષભ

સામાજિક અથવા આર્થિક બાબતો પર ધ્યાન આપવું હિતાવહ થઈ પડે. ખોટો સમય ન વેડફાય તે જોજો.

મિથુન

હકારાત્મક વિચારો અને વલણ સફળતા અને શાંતિ તરફ દોરી જશે. સ્નેહીનો સહકાર. લાભની તક.

કર્ક

સમય સુધરતો જણાય. કઠીન પ્રશ્ન હલ કરવા વડીલની મદદ ઉપયોગી બને. નાણાભીડ. પ્રવાસ.

સિંહ

આપના વિરોધીઓ વધે નહીં તે માટે સંયમ અને સ્વસ્થતા રાખજો. નાણાભીડ દૂર થાય. પ્રગતિ.

કન્યા

અકારણ ઉદ્વેગ, ચિંતા, વિષાદ હશે તો દૂર કરવાનો માર્ગ સર્જાય. સ્વજનનો સાથ મળે.

તુલા

આપના માર્ગ આડેના કોઈ અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો લાગે. આપની ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા.

વૃશ્વિક

લાભ યા સફળતા અટકતા લાગે. વધુ યત્નો જરૃરી. અકસ્માતથી સાવધ રહેવું.

ધન

આપની ઇચ્છા કે જિદ મુજબ ફળ મળતું મુશ્કેલ લાગે. સમાધાનકારી વલણ કામ લાગે.

મકર

સામાજિક કામ-પ્રસંગ માટે સાનુકૂળતા. આર્િથક તંગી જણાય. સ્વજનથી સહકાર.

કુંભ

આપની સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિલન-મુલાકાત. ગૃહજીવનમાં સંવાદિતા.

મીન

આપના વિરોધીઓના હાથ હેઠાં પડે. ફતેહની તક. કુદરતી મદદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન