Here is today horoscope 19th September st 2020 prediction zodiac sign
  • Home
  • Featured
  • અધિક આસો સુદ એકમ અને શુક્રવાર, આ રાશિ માટે આજનો દિવસ વિશેષ લાભદાયી

અધિક આસો સુદ એકમ અને શુક્રવાર, આ રાશિ માટે આજનો દિવસ વિશેષ લાભદાયી

 | 6:25 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

લાભ અને વિજયની તક દૂર ઠેલાતી લાગે, તેથી પ્રયત્નો વધારવા પડે. નાણાભીડ-વિવાદ ટાળજો.

વૃષભ

આપની સાવધાની અને જાગ્રતિ મુશ્કેલીમાંથી બચાવી શકશે. નિરાશા દૂર થાય. સ્વજનથી મનમેળ સાધી શકશો.

મિથુન

રુકાવટોને પાર કરી લક્ષ તરફ આગળ વધી શકશો. આત્મવિશ્વાસથી કામ લેવું. ખર્ચ અટકાવજો.

કર્ક

આપના પ્રયત્નો અને આયોજનનું ફળ ચાખવા મળે. કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા. નાણાભીડ.

સિંહ

પરિસ્થિતિ પ્રતિકૂળ અને વિષમ હશે તો પણ તમે માર્ગ મેળવી સફળતા તરફ આગળ ધપી શકશો. સ્વજન-મિત્રથી મિલન. પ્રવાસ.

કન્યા

સામાજિક ક્ષેત્રે સાનુકૂળતા વધતી જણાય. નોકરી-ધંધાના કામો ઉકેલી શકશો. અજંપો દૂર થાય.

તુલા

આપના મનની સ્થિતિ તણાવગ્રસ્ત હશે તો હવે રાહત સર્જાય. પ્રયત્નો વધારવાથી સફળતા મળે. ખર્ચ થાય.

વૃશ્વિક

આશાવાદી સંજોગોનો પૂરતો ઉપયોગ કરી શકશો. મિત્રથી મિલન. પ્રવાસ ફળે.

ધન

નોકરી કે ઘરના પ્રશ્નો મૂંઝવતા હશે તો ઉકેલની તક આવી મળે. તબિયત નરમ હશે તો સુધરે.

મકર

આપના ઉતાવળા નિર્ણયો અને પગલાં સમસ્યા સર્જી શકશે. શાંતિ સ્વસ્થતા જાળવી ચાલજો.

કુંભ

નસીબ અને પ્રયત્નોના સહારે સફળતાની તક મેળવી શકશો. નાણાભીડ.

મીન

તમારા અગત્યના કામ પ્રસંગો અંગે જોઈતી સાનુકૂળતા સર્જાશે. વિવાદથી દૂર રહેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન