here is today horoscope 1st August 2021 know zodiac sign rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અષાઢ વદ આઠમ અને રવિવાર, આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી

અષાઢ વદ આઠમ અને રવિવાર, આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

સમય હજી ધાર્યો લાભ સૂચવતો નથી. છતાં આવકની વૃદ્ધિ દેખાય, તબિયત નરમ-ગરમ બને.

વૃષભ

આપના અગત્યના કામકાજો ધીમે ધીમે ઉકેલાય, મિત્રની મદદ, સ્વાસ્થ્ય સુધરતું જણાય.

મિથુન

માનસિક બેચેની દૂર થાય. નવીન કાર્ય રચના થાય. પ્રવાસની તક સર્જાય.

કર્ક

ગૃહજીવન માટે શુભ અને અન્ય પ્રયત્નો ફળદાયી, સફળતા મળે.

સિંહ

આપની ગૂંચવાયેલી કામગીરી સુધરે, લાભની તક મળે, પ્રવાસ સાનુકૂળ.

કન્યા

ચિંતા ઉદ્વેગ દૂર થાય, સ્નેહીથી મિલન, કાર્યલાભની તક મળે.

તુલા

ગૃહજીવનની સમસ્યા હલ થાય, તબિયત સુધરે, મહેનત વધારવી પડશે.

વૃશ્વિક

નિરાશા દૂર થાય, સફળતા માટે વધુ પ્રયત્નો કરવા જરૃરી માનજો. ખર્ચ વધે.

ધન

નાણાભીડ, કૌટુંબિક ચિંતા અને આરોગ્ય અંગે મૂંઝવણ વધતી જણાય.

મકર

આવક સામે જાવક વધી ન જાય તે જોજો. મિત્ર-સ્વજનનો સહકાર મળે.

કુંભ

મહત્ત્વના કામકાજો ધીમે ધીમે થાય, ફળ ધીમું અલ્પ જણાય, વ્યય અટકાવજો.

મીન

મૂંઝવણ વધે, નાણાભીડ વધે, સ્નેહીથી, મિત્રથી મદદ મળે, પ્રવાસ ફળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન