Here Is today Horoscope 22nd May 2020 Rashifal video 12 zodiac beneficial
  • Home
  • Featured
  • શનિ જયંતી અને જ્યેષ્ઠ માસ શરૂ, જાણો આજે 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે

શનિ જયંતી અને જ્યેષ્ઠ માસ શરૂ, જાણો આજે 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે

 | 6:50 am IST

રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલના આધારે પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

 મેષ

આપના મનની ઇચ્છાઓને સાકાર થતી જોઈ શકશો. પ્રવાસ-પર્યટન અંગે સાનુકૂળતા. ખર્ચના પ્રસંગો જણાય.

વૃષભ

કોઈના વિશ્વાસે ન ચાલવાની સલાહ છે. લાગણી સ્વમાન કરતાં કામકાજને મહત્ત્વ આપવાથી લાભ થાય. સ્વજનથી મુલાકાત.

મિથુન

 ધાર્યા કામમાં વિઘ્ન સર્જાયું હોય તો દૂર થતું જણાય. કુટુંબીજનોથી ગેરસમજ ટાળજો. પ્રવાસ ફળે.

કર્ક

વાદ-વિવાદોથી દૂર રહી કેવળ કામકાજમાં લક્ષ આપશો તો વધુ લાભ મેળવી શકશો. આરોગ્ય જાળવી શકશો.

સિંહ

સો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે તે વાત તમને પણ લાગુ પડતી લાગે. પ્રયત્ન અને અમલ કરી જુઓ.

કન્યા

સામાજિક બાબતો અંગે સંજોગો સાનુકૂળ બનતાં જણાય. વ્યવસાય ક્ષેત્રે થોડી ઘણી પ્રતિકૂળતા બાદ સુધારો જોવાય.

તુલા

પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. અંગત કામમાં પ્રગતિ. સુખદ્ અનુભવ.

વૃશ્વિક

ખર્ચા વધતાં જણાય. વાદ-વિવાદ અટકાવજો. પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. નિરાશા દૂર થાય.

ધન

આર્થિક આયોજન પર નજર રાખજો. નુકસાનથી બચજો. સ્નેહીથી વિવાદનો પ્રસંગ. આરોગ્ય જાળવજો.

મકર

વિઘ્નો અંતરાયોને પાર કરી લક્ષ તરફ આગળ વધી શકશો. વિરોધીઓના હાથ હેઠાં પડે.

કુંભ

ખર્ચ-વ્યયથી સંભાળવું. બેદરકારી કે બેધ્યાનપણાથી નુકસાન. સ્વજનનો સહકાર.

મીન

વ્યવસાયિક બાબતો અંગે સાનુકૂળ તક. લાભદાયી કાર્યરચના. કૌટુંબિક સમસ્યા જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન