Here is today horoscope 27th march 2020 rashifal video 12 zodiac Sign
  • Home
  • Featured
  • વૃષભ રાશિના લોકોએ આ વાતનું રાખવું ખાસ ધ્યાન, જાણી લો અન્ય જાતકોનો કેવો રહેશે દિવસ

વૃષભ રાશિના લોકોએ આ વાતનું રાખવું ખાસ ધ્યાન, જાણી લો અન્ય જાતકોનો કેવો રહેશે દિવસ

 | 6:50 am IST

રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલના આધારે પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

મેષ

ધાર્યા કામકાજમાં વિલંબ-વિઘ્ન બાદ પ્રગતિ જણાય. ગૃહજીવનમાં પ્રસન્નતા. સ્વજનથી મુલાકાત.

વૃષભ  

લાગણીઓ પર સંયમ-કાબૂ રાખીને આપ શાંતિ-સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. ખર્ચ-વ્યયનો પ્રસંગ. ચિંતા દૂર થાય.

મિથુન  

ભય-શંકા અને શોકમુક્ત થઈ શકશો. કાર્ય સફળતા માટે વધુ પ્રયત્નો જરૃરી બને.

કર્ક  

આપના મનની મૂંઝવણ દૂર થાય. કાર્યફળ મળવામાં નડતાં વિઘ્ન દૂર થાય. ખર્ચ રહે.

સિંહ  

સ્વાભિમાન પર ઠેસ પહોંચતી લાગે તો સંબંધ તોડવા કરતાં દૂર ખસી જવું હિતાવહ. સફળ દિવસ.

કન્યા  

મનનાં તરંગો સ્થિર થતાં લાગે. પ્રગતિકારક તક સર્જાય. આશા-ઉમેદ જણાય.

તુલા  

કેટલાક પ્રશ્નોની મૂંઝવણ એક પછી એક દૂર કરી શકશો. અન્યની મદદ જોઈશે. વ્યવસાયિક કાર્યભાર રહે.

વૃશ્વિક  

કૌટુંબિક, સામાજિક કામ-પ્રસંગો અંગે સાનુકૂળ તક. કાર્યફળ વિલંબિત જણાય. નાણાભીડ અનુભવાય.

ધન  

અવરોધમાંથી માર્ગ મેળવી શકશો. ચિંતાનાં વાદળ વિખેરાતાં જણાય. વિવાદ ટાળજો.

મકર  

આપની અગત્યની કામગીરીઓમાં આગળ વધી શકશો. મિત્ર-સ્વજનની મદદ-સહકાર મળે. પ્રવાસ ફળે.

કુંભ  

અશાંતિ-ટેન્શનમાંથી બહાર આવી શકશો. પ્રયત્નો ફળદાયી રહે. સ્નેહીથી મિલન.

મીન  

નોકરી-વ્યવસાયની બાબતો અંગે મહેનત વધુ રહે. કૌટુંબિક ક્ષેત્રે સાનુકૂળતા. ખર્ચા ટાળજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન