આજે બોળચોથ અને ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ, જાણો કઇ 5 રાશિ માટે આજનો દિવસ વિશેષ લાભદાયી
આજકાલ લોકો રાશિફળ જોઇને પોતાના દિવસની શરૂઆત કરે છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલના આધારે પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
મેષ
આપના મનની સ્થિતિ તણાવગ્રસ્ત હશે તો હવે રાહત સર્જાય. પ્રયત્નો વધારવાથી સફ્ળતા મળે. ખર્ચ થાય.
વૃષભ
આશાવાદી સંજોગોનો પૂરતો ઉપયોગ કરી શકશો. મિત્રથી મિલન. પ્રવાસ ફ્ળે.
મિથુન
નોકરી કે ઘરના પ્રશ્નો મૂંઝવતા હશે તો ઉકેલી શકશો. તબિયત નરમ હશે તો સુધરે.
કર્ક
આપના ઉતાવળા નિર્ણયો અને પગલાં સમસ્યા સર્જી શકશે. શાંતિ-સ્વસ્થતા જાળવી ચાલશો.
સિંહ
નસીબ અને પ્રયત્નોના સહારે સફ્ળતાની તક મેળવી શકશો. નાણાભીડ.
કન્યા
તમારા અગત્યના કામ-પ્રસંગો અંગે જોઈતી સાનુકૂળતા સર્જાશે. વિવાદથી દૂર રહેજો.
તુલા
આપના જમીન-જાગીર, વેપાર-ધંધાના કામકાજો અંગે કોઈ સાનુકૂળ સંજોગો ઊભા થતાં લાગે.
વૃશ્વિક
આર્થિક-વ્યવસાયિક બાબતો ગૂંચવાયેલી હોય તો ઉકેલ આવશે. કૌટુંબિક કાર્ય સફ્ળ બને.
ધન
મનના મનોરથને પૂર્ણ કરવા હજી લાંબી મજલ કાપવી પડે. ઉતાવળ અને આળસ ત્યજવા પડે.
મકર
અરમાનો અને અપેક્ષાઓ મુજબ ભલે કાંઈ થતું ન લાગે પણ સારું તો અવશ્ય થતું જોઈ શકશો.
કુંભ
અરમાનો અને અપેક્ષાઓ મુજબ ભલે કાંઈ થતું ન લાગે પણ સારું તો અવશ્ય થતું જોઈ શકશો.
મીન
લાગણીઓ ઘવાય નહીં તે માટે સમતોલન રાખજો. આર્િથક ચિંતા દૂર થાય. કુટુંબ ક્લેશ ટાળજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન