ભૈયુજીએ મરતા પહેલા કરી ધડાધડ 6 ટ્વિટ, અંતિમ ફેસબુક પોસ્ટમાં આપ્યો આવો સંદેશ - Sandesh
  • Home
  • Featured
  • ભૈયુજીએ મરતા પહેલા કરી ધડાધડ 6 ટ્વિટ, અંતિમ ફેસબુક પોસ્ટમાં આપ્યો આવો સંદેશ

ભૈયુજીએ મરતા પહેલા કરી ધડાધડ 6 ટ્વિટ, અંતિમ ફેસબુક પોસ્ટમાં આપ્યો આવો સંદેશ

 | 5:52 pm IST

પોતાને ગોળી મારી આત્મહત્યા કરનારા આધ્યાત્મિક ગુરૂ અને સામાજીક કાર્યકર્તા ભૈયુજી મહારાજની રાજકારણમાં સારી એવી પહોંચ હતી. આ ઉપરાંત તેમણે સામાજીક ક્ષેત્રે પણ ખુબ જ કામ કર્યાં છે. તેમણે આત્મહત્યા કર્યાના ચાર કલાક પહેલા તેમના સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રે સુધાર બાબતે લખ્યું. તેમણે 1257 તળાવોના નિર્માણની જાણકારી આપી હતી.

આ ઉપરાંત ભૈયુજી મહારાજે એક પછી એક એમ ધડાધડ 6 ટ્વિટ પણ કર્યાં હતાં. પોતાના અંતિમ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, માસિક શિવરાત્રીને ‘મહાશિવરાત્રી’ કહે છે. બંને પંચાંગોમાં આ ચંદ્ર માસની નામાકરણ પ્રથા છે, જે તેને જુદી કરે છે. હું તમામ ભક્તગણોને આ પાવન દિવસના અભિનંદન અને શુભકામનાઓ આપું છું.

જ્યારે પોતાના ટ્વિટમાં તેલુગુ કવિ નારાયણ રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપી. અનેક નેતાઓના ગુરૂ કહેવાતા ભૈયુજી મહારાજ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ખુબ જ એક્ટિવ હતાં.

ભૈયુજી મહારાજે આજે બપોરે મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતેના પોતાના જ નિવાસસ્થાને બંદૂક વડે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેમણે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે અર્થવ્યવશા અને કૃષિ સુધારાની સાથે સાથે પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણ માટે પણ ખુબ જ કામ કરતાં હતાં. પોતાની અંતિમ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, આપણી સંપૂર્ણ અર્થવ્યવસ્થા કૃષિ પર આધારીત છે. આજે દેશના અનેક ભાગમાં પાણીની પર્યાપ્ત સુવિધા નથી. જેની સીધી અસર કૃષિ પર પડે છે. જમીનના ઘટતા જળ સ્તરના કારણે ગામડાઓમાં કુવાઓ સુકાવવાની સ્થિતિમાં છે. આ સ્થિતિમાં વરસાદ એકમાત્ર સ્ત્રોત રહી જાય છે, પરંતુ વર્તમાન સમાજની અમર્યાદિત અને ઉપભોગવાદી વિચારધારાના કારણે પ્રકૃતિના સમયચક્ર પર અસર પહોંચી છે, જેમાં સમય પર વરસાદનું ના થવું પણ શામેલ છે.

ભૈયુજી મહારાજને રાજકિય રૂપે શક્તિશાળી સંતોમાં ગણવામાં આવતા હતાં. તેમનું સાચુ નામ ઉદયસિંહ દેશમુખ હતો અને તેમના પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચુક્યાં છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા અણ્ણા હજારેને મનાવવા માટે યૂપીએ સરકારે જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેઓ સૌપ્રથમવાર ચર્ચામાં આવ્યાં હતાં.